રાજુલા, તા.રર
થોડા દિવસો પહેલા જ ભાવનગરના બાડી ગામના ખેડૂતો સાથેના અન્યાયને લઈને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે એક મહાસભા કર્યા બાદ હવે મહુવાના મેથળાનો બંધારો અને રાજુલા પીપાવાવના જમીનના ભુમાફિયા વિરુદ્ધ અને ય્ૐઝ્રન્ કમ્પની વિરુદ્ધ ચાલતા આંદોલનના ૨૮ દિવસથી ખેડૂતો પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે અને આ ઉપવાસ આંદોલનમાં એક આંદોલનકારીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, જાન આપીશું પણ જમીન નહિ આપીએ,તેવા સૂત્રને સાર્થક કરવામાં સરકારનો પણ મહત્વનો રોલ હોઈ એમ હજી સુધી સરકારના પેટનું પાણી હલતું નથી, ત્યારે ૨૫ તારીખને શુક્રવારના રોજ મેથળાના બંધારે સવારે ૧૦ કલાકે ભાવનગર અને અમરેલીના ખેડૂત સમાજના પ્રમુખ ભરતસિંહ વાળા અને નરેશ વિરાણીએ હાર્દિક પટેલને આમંત્રણ આપીને બન્ને જગ્યાએ જબરદસ્ત સભાનું આયોજન કર્યું છે અને ત્યારબાદ બપોરે ૪ કલાકે રાજુલાના પીપાવાવ ગામે જે GHCL કમ્પની અને ભુમાફિયાઓએ ખેડૂતોની જમીન ઉપર કબ્જો જમાવ્યો છે ત્યાં જઈને ઉપવાસ છાવણીમાં જીલુભાઈ બારૈયા, ભાણાભાઈ ગુજરીયા, અશોકભાઈ ભાલિયા અને અજય શિયાળ તેમજ તમામ આંદોલનકારીઓને મળીને, શહિદ આંદોલનકારી એવા ભાણીબેનને શ્રદ્ધાંજલિ આપીને સભાનું આયોજન કર્યું છે,આ સભામાં હાર્દિક પટેલની સાથે તેમના સિદસરના ડાંખરા બંધુ, ખેડૂત સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયેશભાઇ પટેલ, જયેશભાઇ દેલાડ, સાગરભાઈ રબારી અને રમેશભાઈ વિરાણી, તેમજ બંને જિલ્લાના ખેડૂતસમાજના પ્રમુખો નરેશ વિરાણી, ભરતસિંહ વાળા, કેતનભાઈ કસવાળા, ભરતભાઇ ગજેરા અને મહેશ ચોડવડીયા હાજર રહેશે.