અમદાવાદ, તા.૧૦
ઘણી વખતે એક કામ કાયદાકીય રીતે કરવા જનાર બીજો કાયદો ભૂલી જતા દંડાતા હોય છે. આવી જ સ્થિતિ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની થઈ હતી. નિકોલ ખાતે ઉપવાસ આંદોલન માટે ગ્રાઉન્ડની મંજૂરીલેવા અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી ગયેલ હાર્દિક પટેલની કારના કાચ પર બ્લેક ફિલ્મ તથા ફેન્સી નંબર પ્લેટ જોઈ હાર્દિકને દંડ ફટકારાયો હતો. આમ કાયદાની વાત કરવા ગયેલા હાર્દિકને પોલીસે કાયદો બતાવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ આંદોલનની મંજૂરી લેવા પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં હાર્દિક પટેલની કારને રોકીને દંડ ફટકારાયો હતો. તેમજ તેને મેમો આપવામાં આવ્યો હતો. કારણ કે હાર્દિક જે કારમાં આવ્યો હતો તે કારનો કાચ બ્લેક હતો જેથી પોલીસે તેને રૂ.૬૦૦નો દંડ ફટકાર્યો હતો. ઉપવાસ આંદોલન માટે સ્થળની મંજૂરી મેળવવા માટે પોલીસ કમિશનર કચેરીએ ગયેલા હાર્દિક પટેલની પોલીસે ફિલ્મ ઉતારી હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક ફિલ્મ તેમજ ફેન્સી નંબર પ્લેટ લાગેલી હોવાથી પોલીસે તે બ્લેક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો હતો. જ્યારે આ અંગે પોલીસનો આભાર માનતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું તમામ પ્રકારની કાયદેસરની તમામ પ્રક્રિયાઓમાં પસાર થઇ રહ્યો છું. અનામત અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાના હેતુથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહેલ હાર્દિક પટેલ શુક્રવારે બપોરે મંજૂરી માટે પોલીસ કમિશનરની મુલાકાતે આવ્યો હતો. જોકે પોલીસ કચેરીએ આવતાં જ પોલીસ દ્વારા હાર્દિક પટેલની ફિલ્મ ઉતારાઇ હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક રંગની ફિલ્મ લગાવેલી હોવાથી ટ્રાફિક પોલીસ અધિકારીએ આ અંગે દંડ મેમો આપ્યો હતો અને કાર પરથી બ્લેક ફિલ્મ ઉતારી દેવાઇ હતી. સમગ્ર ઘટનાક્રમ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવે એ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. પોલીસના સહયોગની માંગ કરાઇ છે. પોલીસ દ્વારા કાયદાકીય રીતે બ્લેક ફ્રેમને હટાવી દેવામાં આવી અને કાયદા મૂજબ મેમો પણ આપવામાં આવ્યો હતો. એક તરફ હાર્દિક પટેલ કાયદાની વાત કરવા આવ્યા હતા પણ પોલીસે હાર્દિક પટેલને જ કાયદો બતાવી દીધો. હાર્દિક પટેલે જણાવ્યું કે આ કાયદાને હું સ્વીકાર કરૂં છું. મને મેમો આપવામાં આવ્યો તે યોગ્ય છે. પોલીસ એમનું કામ કરી રહી છે હું મારૂં કામ કરી રહ્યો છું.