ભાવનગર,તા.ર૪
હાર્દિક પટેલનું ફરી એકવાર ભાવનગર જિલ્લામાં આગમન થનાર છે. તા.રપ/પ/૧૮ને શુક્રવારે સવારે ૧૦ વાગે મહુવાના મેથળા બંધારાની મુલાકાત તથા ખેડૂતોની સાથે સભાને સંબોધન કરશે ત્યાંના ખેડૂતોના પ્રશ્નો લઈને ચર્ચા કરી આગળની રણનીતિ ઘડી ખેડૂતોને શું કરવું ? વગેરે ચર્ચા કરાશે ત્યાંથી બપોરે પીપાવાવ જવા નીકળશે ને તારીખ ર૬/પ/૧૮ના રોજ ધાંગધ્રા પાસે મોટી માલવાળમાં પાટીદાર મહાપંચાયતનું આયોજન છે. ત્યાં મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લાના ખાસ આગેવાનો તથા પાટીદાર ભાઈઓ જવાના છે. જ્યાં કોંગ્રેસ ભાજપના પાટીદાર ધારાસભ્યોને પણ આમંત્રણ આપેલ છે.
આવનાર દિવસોમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન જોરશોરથી ચાલુ કરવાનું નક્કી થયેલ છે. આ આંદોલનને લઈને ગુજરાતના ખાસ આગેવાનો તથા પાટીદારો નવી રણનીતિથી આંદોલન ચાલુ કરશે. આ ભાજપ સરકારની તાનાશાહી જો હુકમી ને હવે સાંખી નઈ લેવાય તેમ ખાસ આગેવાનો સંસ્થાઓએ નિર્ણય કરેલ છે.