(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરિઝમાં વિસ્ફોટક બેટિંગ કરનાર વડોદરાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પોતાના પિતાને ૨૦ લાખની કારની સરપ્રાઈઝ ગિફ્‌ટ આપી છે. હાર્દિક હાલમાં ટીમ ઈન્ડિયાની સાથે શ્રીલંકાના પ્રવાસે છે.ટેસ્ટ સિરિઝમાં શાનદાર દેખાવ કર્યા બાદ હાર્દિક વન-ડે સિરિઝ માટે તૈયારીઓ કરી રહૃાો છે. તેની વચ્ચેથી સમય કાઢીને તેણે પોતાના પિતા હિમાંશુ પંડયાને સરપ્રાઈઝ ગિફ્‌ટ આપવાનું નક્કી કર્યુ હતું. હાર્દિકે શ્રીલંકાથી પોતાના ભાઈ અને અન્ય કેટલાક અગત મિત્રોને કહીને પિતા માટે કારની સરપ્રાઈઝ ગિફ્‌ટની વ્યવસ્થા કરાવી હતી.હાર્દિકે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને સાથે સાથે કોમેન્ટ કરી છે કે અમારી કેરિયર માટે તેમણે સર્વસ્વ આપી દીધુ હતુ.તેમનો હું જેટલો પણ આભાર માનુ એટલો ઓછો છે. તેમના માટે આ નાની સરપ્રાઈઝ(કાર) છે.સરપ્રાઈઝ ગિફ્‌ટ અંગે હાર્દિકના પિતા હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે હાર્દિક અને કૃણાલે મને જરા પણ જાણ થવા દીધી ન હતી.મારો ભત્રીજો વૈભવ આજે આવ્યો હતો અને મને બહાર ફરવા લઈ ગયો હતો હતો.ત્યાંથી અમે કારના શો રૂમમાં ફરવા માટે ગયા હતા.ત્યાં વૈભવે મને પૂછ્‌યું કે અંકલ મારે એક કાર લેવી છે તો કઈ કાર સારી છે . મેં તેને લાલ કલરની એસયુવી બતાવી હતી.એટલી વારમાં તો શો રૂમના એક્ઝિક્યુટિવે આવીને કારની ચાવી મારા હાથમાં આપી દીધી હતી.અને કહૃાું કે, આ કાર તમારી છે.તૈ સાથે જ વૈભવે વીડિયો કોલિંગથી ફોન પર હાર્દિક સાથે મારી વાત કરાવી હતી. હાર્દિકે કહૃાું હતું કે તેના અને કૃણાલ તરફથી આ મને ગીફ્‌ટ છે.