નવી દિલ્હી, તા.ર૫
મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હૈદરાબાદ વિરૂદ્ધ આઈપીએલની ર૩મી મેચ રમી ખરાબ રીતે ટ્રોલ થઈ ગયો. પંડ્યાએ આ મેચમાં ૧૯ બોલમાં ફક્ત ત્રણ રન બનાવ્યા. આ ખરાબ પ્રદર્શનને જોઈ પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેની ઝાટકણી કાઢીને ફ્લોપ ગણાવ્યો કોઈ યુઝર્સે લખ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ર૦૧૮ની સૌથી ખરાબ ટીમ છે અને હાર્દિક પંડ્યા ટીમના સૌથી ફ્લોપ પ્લેયર છે. શરમ કરો શરમ કરો એક યુઝર્સે લખ્યુ છે કે બે કેબ એટલા માટે કેન્સલ કરી દીધી કારણ કે ડ્રાઈવર પંડ્યાની જેમ ગાડી ચલાવી રહ્યો હતો આ પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હૈદરાબાદની ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૧૮ રનમાં સમેટાઈ ગઈ પણ તેના જવાબમાં મુંબઈના ખેલાડી મળીને ટીમ માટે ૧૦૦ રન પણ કરી શક્યા નહીં મુંબઈ ફક્ત ૮૭ રનમાં સમેટાઈ ગઈ.