અમદાવાદ, તા.રપ
હાર્દિક પટેલને તોડફોડ કેસમાં કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ હાર્દિકે પત્રકાર પરિષદ યોજીને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જો સરકાર આ ચુકાદાથી એમ માનતી હોય કે હાર્દિક ડરી જશે તો મારે કહેવું છે કે સરકારથી થાય તે કરી લે મારાથી થાય એ હું કરી લઈશ. જો સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ બનીશ.
વધુમાં હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારને જે કરવું હોય એ કરે. જે સજા કરી છે એનાથી હું ડરતો નથી. ન્યાય માટે અમે ઉપલી કોર્ટમાં જઇશું. સજાનો ડર બતાવી હુ ડરીશ નહીં. મારા ઉપવાસ ચાલુ જ રહેશે. છેલ્લી આરપારની લડાઇમાં અમે ન્યાય મેળવીશું. જો સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ છું. આ લડાઇ વ્યક્તિની નથી વિચાર સાથેની છે. પત્રકારો દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં હાર્દિકે ચૂંટણી લડવાની પણ તૈયારી બતાવી હતી.
ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે,૨૫ તારીખે જે આમરણાંત ઉપવાસ થવાના છે એ ચાલું જ રહેવાના છે. કોઇ એવું માનતું હોય કે, સજા આપીને હાર્દિકને ડર બતાવીશું તો મને એવું લાગે છે અમે ઘરે બેસી રહીએ એ મારા સ્વભાવમાં નથી. આજે એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે ભાજપના એવા નેતાઓ કે ઉછળીને કહેતા હતા કે રાજદ્રોહ સહિતના કેસ પરત કરીશું. પરંતુ આ એક ઓફિસમાં તોડફોડનો કેસ એમને ફસાવવા જ થયાનું લાગે છે. અમે સેશન્સ કોર્ટના ચુકાદાના વિરોધમાં ન્યાય માટે ઉપલી કોર્ટમાં જઇશું. મને કોર્ટમાં ભરોસો છે. હું દાવા સાથે કહું છું એ ઉપવાસ સૌથી મોટા અને ચર્ચાસ્પદ બની રહેશે.
હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી ન લડે એ માટે આ બધુ થઇ રહ્યું છે પરંતુ મારે એ લોકોને કહેવું છે કે અમે આ માટે બહાર આવ્યા નથી. મને ગુજરાતના લોકો પર ભરોસો છે. જરૂર પડશે તો હું ચૂંટણી લડીશ. અમે ડરી જઇએ એમ નથી. ઉપવાસની મંજૂરી માંગી છે. આશા રાખું કે સરકાર મંજૂરી આપશે. અમે ઘરેથી કફન બાંધીને નીકળ્યા છીએ. ગુજરાતમાં શાંતિ બની રહે એ માટે જ અમે છેલ્લી આરપારની લડાઇમાં અમે ન્યાય ચોક્કસ મેળવીશું. અમે તાલુકે તાલુકે બેઠકો પર ચાલુ કરીશું. હુ દાવા સાથે કહીશ કે ભાજપની સરકાર કોઇ પણ હદે જઇ શકે છે. જે નેતાઓના ૨૦ વર્ષોથી કેસ ચાલી રહ્યા છે પરંતુ અમારા કેસ ઝડપથી ચાલી રહ્યા છે. સરકારને ફરીથી કહું છું કે જે કરવું હોય એ કરી લો, હું લોકશાહીમાં માનું છું. પરંતુ જો સરકાર ઠોકશાહી બનવા જશે તો અમે પણ બનીશું. અમે અનામત માંગીએ છીએ ભીખ નથી માંગતા. થાય એ કરી લે