અમદાવાદ,તા.ર૭
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને પોતે કોઈ રાજકારણ રમતો ન હોવાનું જણાવ્યું છે. હાર્દિકે વીડિયોમાં જણાવ્યું હતું કે દરરોજ કોર્ટના અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવ છું. વિરોધીઓ દ્વારા અપમાન અને બદનામીનો ભોગ બનુ છું શું આને રાજકારણ કહેવાય ? પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે હું નથી કોઈ રાજકીય પાર્ટીનો સભ્ય, નથી હું ધારાસભ્ય કે રાજકીય પાર્ટીના ખોળે બેઠો નથી. તો પછી હાર્દિક રાજકારણ કઈ રીતે શકે એ તો સમજાવો ? હાર્દિક પટેલે સાડા ત્રણ મિનિટના વીડિયોમાં જણાવ્યું છે કે મારી સાથેના લોકોએ જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. જયાં સુધી સમાજના હિતમાં પ્રદેશના હિતમાં નિર્ણય નહી આવે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે. હાર્દિક પટેલે જણાવ્યું કે હજુ તો આ ર૦-ર૦ રમ્યો છું ટેસ્ટ મેચ તો હવે શરૂ થશે. અત્રે નોંધવું જરૂરી છે. કે સરકારે અનામતમાં બીન અનામતને પણ લાભ આપવાનો ગઈકાલે જ મહત્વનો નિર્ણય લીધો છે એ કઈ રીતે અમલમાં મુકે છે તે તો આગામી સમય જ બતાવશે. હાર્દિક પટેલ પાસેથી સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા હવે પાસે ખેંચી લેતા ટવીટ કરીને સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો હવે એવા પણ સમાચાર છે કે હાર્દિક કરી આંદોલનને આગળ વધારે તેવી સંભાવના છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપે ગુજરાતમાં શરૂ કરી દીધી છે.
કોર્ટ અને પોલીસ સ્ટેશનના દરરોજ ધક્કા ખાવ છું શું એને રાજકારણ કહેવાય ?

Recent Comments