(સવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૨
પાટીદાર અનામત અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે કોગ્રેસની જન સંકલ્પ રેલી દરન્માન કોગ્રેસનો પંજો પકડયો હતો. ત્યારે સ્ટેજ પરથી હાર્દિકે મોદી સરકારને હાથ લેતા કહ્યું હતું કે સત્તાના જોરે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ભાજપ શહિદોના નામે રાજકારણ કરે છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધી,સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કોગ્રેસનો ખેસ ધારણ કરી લીધો હતો.ત્યાબાદ હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપ પુલવામા એટેકના શહિદોના નામનો ઉપયોગ કરી રાજકારણ કરે છે.હું આવા લોકો સામે લડવા કોગ્રેસમાં આવ્યો છું. હાલ બાપુના ભારત કરતા અલગ ભારત બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. છ કરોડ ગુજરાતીઓની સેવા કરવા કોગ્રેસમો જોડાયો છું. કોગ્રેસનો ખેસ ધારણ કરતા પહેલા હાર્દિકે મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આજના દિવસે હું મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરીને તેમણે કહેલું કે હું આ દેશમાંથી બ્રિટીશોને ભગાડીશ.ત્યારે જે પાર્ટીએ દેશ માટે કામ કર્યુ છે જેને દેશને મજબૂત બનાવવા કાર્ય કર્યું છે.તે પાર્ટીમાં આજે જોડાવાનો છું અને અમે બધા મળીને દેશના તમામ પ્રાથમિક મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે કામ કરીશું.