અમદાવાદ,તા.ર૪
લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારને લઈને કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવ્યો છે. ત્યારે હાર્દિક ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે જોરદાર પ્રચાર કર્યો હતો. હાર્દિકને સભાઓ સંબોધવા માટે કોંગ્રેસે હેલીકોપ્ટર ફાળવ્યું છે ત્યારે હવે તા.ર૩ એપ્રિલે ગુજરાતમાં મતદાન પૂરૂં થતા કોંગ્રેસના સ્ટાર પ્રચાર હાર્દિક હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જીતાડવા માટે તેમના મત વિસ્તાર એવા અમેઠી અને રાયબરેલીમાં સભા સંબોધશે.
૬મેના રોજ ઉત્તરપ્રદેશની ૧૪ લોકસભા બેઠક પર મતદાન યોજાવવાનું છે. જેમાં અમેઠી અને રાયબરેલી બેઠકનો પણ સમાવેશ થાય છે. અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી જ્યારે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ અને સોનિયાને જીતાડવા કોંગ્રેસ ખુબ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પણ રાહુલ-સોનિયાના ચૂંટણી પ્રચાર માટે ઉત્તરપ્રદેશ પહોંચી ગયો છે. હાર્દિકની અમેઠીમાં બે અને રાયબરેલીમાં બે જનસભા છે. હાર્દિકે સવારે ૧૧ વાગ્યે અમેઠીથી રેલી અને જનસભાની શરૂઆત કરી હતી.