વઢવાણ, તા.૧૮
વઢવાણ તાલુકાના બલદાણા ગામે હાર્દિક પટેલની સભામાં આવીને જાહેરમાં ફડાકા વાળી કરી ઝપાઝપી કરવામાં આવેલ હતી. ત્યારે કોંગ્રેસી કાર્યકરો અને સભામાં આવેલા લોકોમાં ભારે આશ્ચર્ય સાથે રોષનો માહોલ છવાયો હતો.
વઢવાણ પોલીસ મથકમાં હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે વઢવાણ કોર્ટમાં આ અંગેની કેસની બજવણી થતાં આજે વઢવાણ કોર્ટમાં હાર્દિક પટેલ અને કોંગ્રેસી કાર્યકરો અને પાસના કાર્યકરો સાથે હાજર થતાં લોકોના ટોળા હાર્દિક પટેલને જોવા માટે ઉમટી પડ્યા હતા.
બલદાનામાં હાર્દિક પટેલને ચાલુ સભામાં ફડાકો મારનાર યુવકને સજા મળે તેવી કોંગી કાર્યકરો અને હાર્દિક પટેલ દ્વારા કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે.
ગઈકાલે લેવાયેલી બિનસચિવાલની પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા ઇનકાર કર્યો હતો. ત્યારે આજે હાર્દિક પટેલ સાથે વઢવાણ ખાતે આ યુવાન દ્વારા પણ વાતચીત કરવામાં આવી હતી. આગામી સમયમાં શું સરકાર સામે કરવું તેના વિશે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.