(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.૧૯
હેલ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેરાવળ-પાટણના વિદ્યાર્થી ભાઈ-બહેનોના એક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સંસ્થાના પ્રમુખ અફઝલ પંજાની ઈચ્છા હતી કે, આજના આધુનિક યુગમાં શિક્ષણ દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં કરી શકાય છે. જે તાકાત કલમમાં છે તે દુનિયાના કોઈ હથિયારમાં નથી. મુસ્લિમ સમાજને જો પ્રગતિ કરવી હોય તો તેણે ગુણવતા શિક્ષણ મેળવવું પડશે. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કોંગ્રેસના રાષ્ટ્રિય યુવા નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ શિક્ષણ દ્વારા રાજકીય અને સામાજિક રીતે આગળ વધી શકે છે. કોંગ્રેસ અગ્રણી ડૉ.નિશાંત ચોંટાઈએ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેંસલા, રિતેશભાઈ ફોફંડી, હાજી સફીભાઈ મૌલાના, કોંગ્રેસ અગ્રણી જયકરભાઈ ચોંટાઈ, દિનેશભાઇ રાયઠઠ્ઠા, ફારૂકભાઈ બુઢિયા, ગુલામભાઈ ખાન, બિલ્ડર એસો.પ્રમુખ બાદલભાઈ હુમબલ, ફારૂકભાઈ સોરઠીયા, નગરસેવકો અનુભાઈ ડેની, અલ્તાફભાઈ ચૌહાણ, મુસાભાઈ વાંકોટ, સૈયદ શબ્બીરબાપુ, તેમજ મૌલાના સરફરાઝ નુરી, રફીકભાઈ મૌલાના, ફાલ્ગુનભાઈ, રસિકભાઈ, ફારૂકભાઈ પેરેડાઈઝ, ઇમરાન જમાદાર, હાજી રિયાઝ, ઇમરાન રામશા, હસનભાઈ કુરેશી, અબુમિયાં શેખ, વલીશા શાહમદાર, કાલુભાઈ મન્સુરી, મુનાફભાઈ વોરા, કાલવાત સર, હાજીભાઈ પંજા, આસિફભાઈ ખમ્મા, મુસ્લિમ સમાજના પટેલો, પાટીદાર સમાજના અગ્રણી બકુલભાઈ પટેલ અને પાટીદાર સમાજની ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રમુખ અફઝલ સર દ્વારા તેમની આગવી શૈલીથી કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ કરવા માટે ટીમ હેલ્પના સાથીઓએ ખૂબ સારી મહેનત ઉઠાવી હતી.