(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ કરવા માટે હાર્દિકે હાઈકોર્ટ પાસે પરવાનગી માંગી હતી. સરકાર તરફે જે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજૂ કરાઈ હતી તેના ઉપર હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, હાર્દિકે સોશિયલ મીડિયામાં કરેલા પોસ્ટ અને કૉમેન્ટ પરથી હાર્દિકનો ઈરાદો દર્શનનો લાગતો નથી. દર્શન માટે જવાની ઈચ્છા રાખનારાનાં નિવેદનો આવા ન હોય. હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવવાનું વલણ દાખવતા અરજી પરત ખેંચવામાં આવી. હાર્દિક પટેલ હવે મહેસાણામાં પ્રવેશી નહિ શકે. ઉમિયા ધામ માં હાર્દિક પટેલને લક્ષચંડી હવન માં હાજરી આપવી હતી. તેથી મહેસાણામાં પ્રવેશ બંધી પર રાહત માટે હાર્દિકે કોર્ટમાં કરી હતી. લક્ષચંડી હવનમાં હાજરી આપવા માટે હાર્દિકે ૧૫ ડિસે.થી ૨૪ડિસે.સુધી હાજર રહેવા પરવાનગી માંગી હતી. મહેસાણા ખાતે ઉમિયા નગર માં થનારા લક્ષ ચંડી યજ્ઞ માં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. મહેસાણા ખાતે ઉમિયા નગરમાં થનારા લક્ષ ચંડીયજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. હાર્દિક પટેલની અરજીનો અગાઉ રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો હતો હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતુ અને જણાવ્યુ હતુ કે હાર્દિકને મહેસાણામાં પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે… હાર્દિક પટેલ ધાર્મિક પ્રસંગ ના નામે રાજકીય લાભ ખાટવા માંગતો હોવાની સરકારે રજુઆત કરી છે. જે દિવસોમાં રાજ્ય અને દેશના રાજકીય અગ્રણી નેતાઓ યજ્ઞમાં હાજરી આપવાના છે એ જ સમયે હાર્દિક પટેલ પ્રસંગમાં હાજરી આપવાની માંગ કરી રહ્યો છે. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકારની રજૂઆત હતી.હાર્દિક પટેલની જામીનની શરતો પ્રમાણે તે મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરી શકે તે પ્રકારની કોર્ટે રોક મૂકી છે. કડવાં પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.