સુરેન્દ્રનગર,તા.ર
મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મૂળી તાલુકાના સરલા ગામે લોક સંવાદનો કાર્યક્રમ હાર્દિક પટેલ અને તાલુકાના લોકોની સાથે યોજવામાં આવેલ હતો. જેમાં વર્તમાન સમયમાં આમ જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અને લોકોના પ્રશ્નોના નિવારણ માટે તથા વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રદ્યુમનસિંહ એમ. પરમાર દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું. સુખાકારી માટેના કાર્યો કરવા માટે તાલુકાના આગેવાન પરમાર ધર્મેન્દ્રસિંહ આર. પરમાર, બલભદ્રસિંહ દિગસર, સુખદેવ સિંહ, મનુભા પરમાર, રામદેવજી અનુભા પરમાર, રામદેવસિંહ પરમાર, રત્નાભાઇ રબારી, નીતીન પટેલ, ભોપા પટેલ, જતીન મકવાણા, મખા, વલકુ ખંભાળિયા, રામકુભાઈ કરપડા, ભુપતસંગ જસાપર, દિનેશ વગડીયા, પ્રતાપસિંહ ટીકર, પ્રકાશ સોમાસર દિગુભા પાંડવરા, રવજી તથા ગામના સ્થાનિક તાલુકાના આગેવાનો અને તાલુકાના તમામ ખેડૂત અગ્રણીઓ તથા બહેનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.