વિસાવદર,તા.૩૧
નરેન્દ્ર પટેલની લૂંટની ફરિયાદના આધારે ગુજરાત પોલીસે લૂંટ કેસની કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર જ તા.ર૮-૮-ર૦૧૭ના રોજ રાત્રે ૭-૩૦ કલાકે હાર્દિક પટેલ તેમજ દિનેશ બાંભણિયાની અનઅધિકૃત રીતે ધરપકડ કરી લૂંટનો કેસ દાખલ કરી ગંભીર કલમોનો ઉમેરો કરી ગઈકાલ તા.ર૯-૮-ર૦૧૭ના રોજ ૧૦ દિવસના રિમાન્ડની ખોટી માંગ કરેલ છે જે બાબતને વિસાવદર તાલુકા પાસ સમિતિ વખોડી કાઢે છે તેમજ આવા અનઅધિકૃત કરેલ કેસોનો સખત વિરોધ કરે છે. હાલ જે સીસીટીવી ફુટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે તેમાં પણ કયાંય બનાવના સ્થળ પર હાર્દિક પટેલ કે દિનેશ બાંભણિયા નજરે પડતા નથી તેમજ બનાવ સમયે દિનેશ બાંભણિયા પણ સભા સ્થળ પર જ હાજર હોય માત્ર ખોટી ફરિયાદો કરીને પાટીદાર અનામત આંદોલનને દબાવવાના વાહિયાત પ્રયાસો આ હિટલરશાહી સરકાર કરી રહી છે.
આ બાબતે આપને જણાવવાનું કે યોગ્ય તપાસ કરી હાર્દિક તેમજ દિનેશ બાંભણિયાને તેમજ ખોટી રીતે ધરપકડ કરેલા અન્ય કન્વીનરોને ર૪ કલાકમાં મુકત કરવા વિનંતી અન્યથા ના છૂટકે વિસાવદર તાલુકા પાસ સમિતિને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
હાર્દિક પટેલ-દિનેશ બાંભણિયાની ધરપકડનો ઉગ્ર વિરોધ કરાયો

Recent Comments