(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન હાઇવે પર ચક્કાજામ તથા જાહેરનામાના ભંગના ગુનામાં પાસના કન્વીનર હાર્દિક પટેલે કઠોર કોર્ટમાં હાજરી પુરાવી અમદાવાદ તરફ રવાના થઈ ગયો હોવાની માહિતી કામરેજ પી.આઈ. રાઠોડે આપી હતી.
આ કેસની વિગતો એવી છે કે, ગત ૨૦૧૫ના વર્ષમાં પાટીદારો દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અનામત આંદોલન, દરમ્યાન રાજકોટ ખાતે હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન કામરેજ ચાર રસ્તા ખાતે ચક્કાજામ કરવામાં આવતા પોલીસે પાસના કાર્યકર્તા સહિત હાર્દિક પટેલ સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી હાર્દિકની દરપકડ કરી હતી. આજે કઠોર કોર્ટમાં મુદ્દત હોવાને કારણે તેણે હાજરી પુરાવી હતી.