ભૂજ,તા.ર૦
જે લોકો વર્ષોથી રામનું નામ લઈ ખુદ ભગવાનને છેતરી રહ્યા હોય તે ભાજપવાળા લોકોને છેતરવામાં કોઈ શરમ ન રાખે તેવા પ્રહાર કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કચ્છની એક જાહેરસભામાં કર્યા હતા.
કચ્છની લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલા હાર્દિક પટેલે આજરોજ પૂર્વ કચ્છમાં આધોઈ ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે ર૦૧૯ની ચૂંટણીમાં દેશને ખોટા નેતૃત્વથી બચાવવાનો છે. ભાજપે ક્યારેક રામના નામે, ક્યારેક પાકિસ્તાનના નામે ક્યારેક જવાનોના નામે ક્યારેક ખેડૂતોના નામે ચૂંટણીથી સત્તા મેળવી છે. ભાજપને માત્ર સત્તાથી મતલબ છે. હાર્દિક પટેલે કહ્યું કે ભાજપ સત્તાથી દૂર થશે તેવા ભયથી મારા ઉપર હુમલા કરાવી રહ્યો છે. તેમણે કચ્છ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના નરેશ મહેશ્વરીને વિજયી બનાવવા અપીલ કરી હતી.