અમદાવાદ,તા.૧૪
ચંૂંટણી ટાણે આક્ષેપ પ્રતિ-આક્ષેપો થતા હોય છે. ત્યારે હાર્દિક પટેલની સોમવારે વાયરલ થયેલી કથિત સેકસ સીડી બાદ મંગળવારે પણ હાર્દિક પટેલની કથિત વીડિયો વાયરલ થઈ છે. જેમાં હાર્દિક સહિત ત્રણ યુવાનો વચ્ચે એક યુવતી નજરે પડે છે. જયારે એક વીડિયોમાં તો તેઓ વિસ્કીની પાર્ટી કરતા હોવાનું કહેવાય છે જો કે આ વીડિયો મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે.
પાસના નેતા હાર્દિક પટેલના વાયરલ થયેલા વીડિયો બોંબ બાદ આજે હાર્દિક પટેલ અને તેના સાથીઓનો વધુ એક કથિત વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો બોટાદની ન્યાયયાત્રાના એક દિવસ પછીનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ કથિત વીડિયોમાં હાર્દિક પટેલ સહિત ત્રણ યુુવકો અને એક યુવતી દેખાઇ રહ્યા છે. હાર્દિક અને તેના સાથીઓની મોજમસ્તીના આ કથિત વીડિયોને લઇ પાટીદાર સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એકબાજુ, હાર્દિક પટેલે આ વીડિયોથી કોઇ ફેર પડતો નહી હોવાની પ્રતિક્રિયા આપતા ટવીટ કરીને જણાવ્યું હતું કે જેણે જે કરવું હોય તે કરી લે હું પાછો હટવાનો નથી જોરદાર લડવાનો છું. ર૩ વર્ષનો હાર્દિક હવે મોટો થઈ રહ્યો છે મને બદનામ કરવામાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. બીજીબાજુ, દલિત નેતા જીગ્નેશ મેવાણી અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર હાર્દિકના સમર્થનમાં આવ્યા હતા અને તેનો બચાવ કર્યો હતો. હાર્દિક પટેલના આ બીજા કથિત વીડિયોમાં હાર્દિક પટેલ અને એક યુવતી દ્રશ્યમાન થાય છે. વીડિયોમાં હાર્દિક પટેલના સહિતના યુવકોના માથે મુંડન કરેલું પણ દેખાય છે. આ કથિત વીડિયો બોટાદની ન્યાયયાત્રાના એક દિવસ પછીનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાર્દિક પટેલે આવા વીડિયોથી તેને કોઇ ફેર પડતો નથી અને હજુ વધુ આવા વીડિયો ભાજપ અને તેના માણસો દ્વારા મોર્ફ કરીને ફરતા કરાશે તેવો આક્ષેપ કર્યો હતો. તો હાર્દિક પટેલના કથિત વીડિયો અને તેના અનુસંધાનમાં રાજકીય પક્ષો અને આગેવાનોના એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપોને લઇને હાલ તો ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.

હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા જીજ્ઞેશ અને અલ્પેશ
હાર્દિકનો કથિત વીડિયો વાયરલ થયા બાદ દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર હાર્દિકના સમર્થનમાં આવ્યા હતા. આ અંગે ટવીટ કરીને જીજ્ઞેશ મેવાણી હાર્દિકને સંબોધીને જણાવ્યું હતું કે તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું. પોતે સંબંધ બાંધવા એ મૌલિક અધિકાર છે અને કોઈપણ તમારી અંગતતાનું હનન કરી શકે નહીં. જયારે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે એન.ડી. તિવારીને પોતાના પિતામહ બતાવીને પૂજનાર ભાજપ નકલી સીડીથી બચવાનું નથી. પાટીદાર સમાજ હાર્દિક પટેલની સાથે છે.