કોડીનાર, તા.પ
જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ વિરૂદ્ધ પાસના કન્વિનર હાર્દિક પટેલ દ્વારા ગત તા.ર/૧ર/૧૭ના રોજ શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢના બેફામ વાણી વિલાસ કરી મહેન્દ્ર મશરૂ ઉપર ગંભીર આક્ષેપો કરી જૂનાગઢની અડધોઅડધ જમીન મહેન્દ્ર મશરૂના નામે હોવાના આક્ષેપ કર્યા હતા. આ સંદર્ભે કોડીનાર લોહાણા મહાજન સમાજ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરી મશરૂએ સમાજ સેવા માટે લગ્ન પણ કર્યા નથી અને બ્લડ બેંક તથા અન્ય સેવાકીય સંસ્થાઓ ચલાવી સમાજ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. રઘુવંશી સમાજે હાર્દિક આરોપો સાબિત કરે અન્યથા માફી માગે તેવી માગણી કરી છે.