કેન્ડી, તા. ૧૩
વનડે ક્રિકેટમાં શાનદાર બેટિંગ અને બોલિંગ મારફતે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં આવ્યા બાદ પ્રથમ જ ટેસ્ટમાં ૫૦ રનની તોફાની ઇનિગ્સ રમનાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ શ્રીલંકાની સામે ત્રીજી ટેસ્ટમાં પણ શાનદાર સદી ફટકારી કેટલાક રેકોર્ડ પોતાના નામ પર કરી લીધા હતા. ગોલ ટેસ્ટમાં પ્રથમ ઇનિગ્સમાં હાર્દિક પંડ્યાએ આઠમા નંબર પર બેટિગ કરતા ઝડપી અડધી સદી કરી હતી. જેમાં ત્રણ ગગનચુમ્બી છગ્ગા અને ફટકારીને તમામને ખુશ કરી દીધા હતા. ભારતે મેચની પ્રથમ ઇનિગ્સમાં ૬૦૦ રનનો જંગી જુમલો ખડક્યો હતો અને આ ટસ્ટ મેચ ૩૦૪ રને જીતી લીધી હતી. હવે ફરી એકવાર પલ્લેકેલે ખાતે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભવ્ય સદી કરીને હાર્દિકે ટેસ્ટ કેરિયરની પ્રથમ સદી કરી હતી. ભારતીય ઇનિગ્સમાં આ બીજી સદી હતી. શિખર ધવને ગઇકાલે સદી કરી હતી. એક વખતે લાગી રહ્યુ હતુ કે ભારતીય ટીમ ૪૦૦ રનથી ઉપર જશે નહી ત્યારે પંડ્યાએ શાનદાર સદી કરી હતી. પંડ્યાએ ૮૬ બોલમાં પોતાની સદી કરી હતી. પોતાની સદીમાં પંડ્યાએ આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. આની સાથે જ પંડ્યાએ પોતાના નામ પર એવો રેકોર્ડ પણ કરી લીધો હતો જે હજુ ુસધી કોઇ કરી શક્યો નથી. પુષ્પકુમારાની એક ઓવરમાં પંડ્‌એ બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરામાં કોઇ પણ ભારતીય ખેલાડી દ્વારા કરવામાં આવેલા આ સૌથી વધારે રન છે. હજુ સુધી કોઇ કોઇ ભારતીય ખેલાડીએ એક ઓવરમાં ૨૫ રનથી વધારે કર્યા નથી. કપિલ દેવે અગાઉ હેમિંગની એક ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામ પર છ. લારાએ વર્ષ ૨૦૦૩-૦૪માં દક્ષિણ આફ્રિકાની સામે એક ઓવરમાં ૨૮ રન ફટકાર્યા હતા. પંડ્યાએ શાનદાર તોફાની સદી કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવી હતી. વિરાટ કોહલીએ પંડ્યાએ ટેસ્ટમાં રમવાની તક આપી હતી. વડોદરાના હાર્દિક પંડ્યાએ ગોલમાં ટેસ્ટમાં એન્ટ્રી કરી હતી. આની સાથે જ ભારતના ૨૮૯મો ટેસ્ટ ખેલાડી બન્યો હતો. પંડ્યાએ હજુ સુધી ૧૭ વનડેમાં ૪૧.૨૮ રનની સરેરાશ સાથે રન બનાવ્યા છે. સાથે સાથે ૧૯ વિકેટ ઝડપી છે. અલબત્ત ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં તેનો દેખાવ સારો રહ્યો નથી.
એ ઓવરમાં શું થયું ?

બોલ રન
૧ ૪
૨ ૪
૩ ૬
૪ ૬
૫ ૬
૬ ૦