(એજન્સી) નવી દિલ્હી, તા.પ
હરેન પંડયા હત્યા કેસમાં સુપ્રીમકોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પલટાવ્યો હતો. હાઈકોર્ટે ૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી મુક્ત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો જેમાં એમણે આરોપીઓને દોષી ઠરાવી સજા ફટકારી હતી. કોર્ટે ત્રણ આરોપીઓની નિર્દોષતામાં હસ્તક્ષેપ કર્યો ન હતો કારણ કે એમણે પોતાની સજા ભોગવી લીધી હતી અથવા સીબીઆઈએ એમની નિર્દોષતા સામે અપીલ કરી ન હતી.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યું છે. સુપ્રીમ કોર્ટે ૧૨ આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૦૩માં હરેન પંડ્યા હત્યાકાંડના તમામ ૧૨ આરોપીઓને હત્યાના આરોપોથી મુક્ત કર્યા હતા. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની ૨૬ માર્ચ, ૨૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરેન પંડ્યા હત્યાકાંડની ફરીથી તપાસ કરવાની માંગ કરતી અરજીને નકારી કાઢી છે. તેમજ અરજી કરનાર એનજીઓ ઝ્રઁૈંન્ને ૫૦ હજારનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે કોઈ અન્ય અરજી પર વિચાર નહિ થાય.
હરેન પંડ્યા હત્યાકાંડમાં ૧૨ આરોપીઓને મુક્ત કરવાના નિર્ણયને ચેલેન્જ આપતી સીબીઆઈ અને ગુજરાત હાઈકોર્ટની અપીલ પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ન્યાયાધીશ અરૂણ મિશ્રાના નેતૃત્વવાળી પીઠ એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટસ્ટ્રેસ્ટ લિટિગેશન (સીપીઆઈએલ)ની જનહિત અરજી પર નિર્ણય આપ્યો હતો. આ હત્યાની અદાલતની દેખરેખ હેઠળ ફરીથી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. હરેન પંડ્યા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં મંત્રી હતા. તેમની અમદાવાદના લો ગાર્ડન એરિયામાં ૨૬ માર્ચ, ૨૦૦૩ની વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હરેન પંડ્યા હત્યા કેસ : ૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી મૂકવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે પલટાવ્યો

Recent Comments