(એજન્સી) તા.૩૧
હરિયાણાની કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને બિનશિક્ષણ નોકરીઓ માટેના ઉમેદવારો માટે નિયત સત્તાવાર અરજીપત્રકમાં એક પ્રશ્ન એવું પૂછવામાં આવે છે કે તેમને કેટલા જીવનસાથી છે ? હવે આ પ્રશ્નનો શું અર્થ કાઢવો ? હિંદુ લગ્નધારામાં લગ્ન માટેની એવી શરત નિયત કરવામાં આવી છે કે બેમાંથી કોઇ પણ એક પક્ષકારને લગ્ન સમયે જીવીત જીવનસાથી હોવા જોઇએ નહીં. આવી જ શરત સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ નિયત છે.
આથી એક વાત સ્પષ્ટ છે કે આ પ્રશ્નના જવાબ પરથી એવી માહિતી પ્રાપ્ત થશે કે મુસ્લિમ અરજદારને એક કરતા વધુ હયાત જીવનસાથી છે કે કેમ કારણ કે મુસ્લિમ પર્સનલ લોમાં આ માટે મંજૂરી છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે વધુ દંડની જોગવાઇ અને પોલીસ સત્તાઓ સાથે નવો ગૌહત્યા વિરોધી કાયદો ઘડ્યા બાદ હવે હરિયાણાની સ્થાપનાના ૫૦ વર્ષ પ્રસંગે રાજ્ય સંચાલિત કાર્યક્રમના સત્તાવાર લોગો અને પ્રતીકમાં હિંદુ ધાર્મિક પ્રતીકો સમાવવામાં આવ્યા છે
હરિયાણા સ્વર્ણજયંતિ ઉજવણી માટેના લોગોમાં હરિયાણાનું સત્તાવાર દ્રશ્ય પ્રતીક શંખ અને ભાગવદ ગીતાનું પ્રતીકાત્મક ચિત્ર રજૂ થયેલ છે. ભાષાકીય આધારે અવિભાજિત પંજાબમાંથી સ્થપાયેલ હરિયાણા રાજ્યની રચનાની ૫૦મી વર્ષગાંઠે રથ પર ભગવાન કૃષ્ણનું પ્રતીક શા માટે પસંદ કરવામાં આવ્યું છે તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે આ લોગો અંગે ખુલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો કે હરિયાણા એ કુરુક્ષેત્રની ભૂમિ એટલે કે કૃષ્ણની ભૂમિ માનવામાં આવે છે. પ્રત્યેક રાજ્યની ખાસ લાક્ષણિકતા હોય તે પ્રોજેક્ટ કરવી જોઇએ અમે આ લોગોમાં હરિયાણાની આ ખાસ લાક્ષણિકતા પ્રોજેક્ટ કરી છે. આ સંદર્ભમાં હરિયાણા સરકાર દ્વારા જારી કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવાયું છે કે શંખ એક શુકનવંતો પદાર્થ છે કે જે કોઇ પણ શુભ પ્રસંગના આરંભમાં વગાડવામાં આવે છે. પરંતુ તેની સામે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો અને અન્ય ધાર્મિક સમુદાયો કામ શરૂ કરતા પહેલા શંખ વગાડે છે ખરા ? શું આ સંદર્ભમાં દેખિતી રીતે સ્પષ્ટ એવા ધાર્મિક પ્રતીકનું સાર્વત્રિક પ્રતીકમાં રૂપાંતર યથાર્થ ગણાય ખરું ? હરિયાણામાં આજે જે કંઇ બની રહ્યું છે તે સરકાર કોઇપણ સમુદાયની ભલે ગમે તે ધાર્મિક માન્યતા હોય પરંતુ અન્ય ધર્મના ઇશ્વરને સ્વીકારવા ફરજ પાડવામાં આવી રહી છે. વાસ્તવમાં રાજ્યની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીમાં દરેકને સામેલ કરવા જોઇએ.
– રવિકુમાર
(સૌ. : ધ વાયર.ઈન)
હરિયાણાનો સ્વર્ણજયંતિ લોગો બહુમતીવાદનું સત્તાવાર પ્રતીક પ્રદર્શિત કરે છે

Recent Comments