નવી દિલ્હી, તા.ર૧
ટીમ ઈન્ડિયાને ૧ર વર્ષ બાદ ફાઈનલમાં પહોંચાડનારી હરમન પ્રીત કૌર સોશ્યલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહી છે. તેની ઐતિહાસિક ઈનિંગની મદદથી ભારતીય ટીમ અત્યાર સુધીના ઈતિહાસમાં બીજીવાર વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. હરમનપ્રીત કૌરે ૧૭૧ રનની નોટઆઉટ ઈનિંગ રમી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. હરમનપ્રીતની આંધાધૂંધ ઈનિંગની મદદથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો. હરમનપ્રીત આઈસીસી મહિલા વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં સૌથી વધારે વ્યક્તિગત રન બનાવવાના મામલામાં પણ પ્રથમ સ્થાને પહોંચી ગઈ. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની રોલ્ટોનના નામે હતો. ર૦૦પના મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં રોબ્ટોને ભારત વિરૂદ્ધ ૧૦૭ રન બનાવી આ સિદ્ધિ મેળવી હતી. ૧ર વર્ષ બાદ બદલો લેતા હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કયું છે કે મેં અત્યાર સુધી વિશ્વકપની જેટલી પણ ઈનિંગ જોઈ છે. આ સૌથી શાનદાર છે સચિન તેન્ડુલકરે ટ્વીટ કર્યું કે હરમનપ્રીતની શાનદાર બેટિંગ ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવાની શુભેચ્છા.
હરમનપ્રીતની તોફાની ઈનિંગથી ભારત ૧ર વર્ષ બાદ ફાઈનલમાં

Recent Comments