(એજન્સી) તા.રર
દિલ્હી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હારૂન યુસુફે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદી ૩ કિલો ગૌમાંસ પકડી શકે છે. પરંતુ તે ૩પ૦ કિલો આર.ડી.એકસ પકડવામાં નિષ્ફળ ગયા. યુસુફે ટવીટ કર્યું હતું કે નરેન્દ્ર મોદીજી ૩ કિલો ગૌમાંસ પકડી શકે છે. પરંતુ તે ૩પ૦ કિલો આર.ડી.એકસ ન પકડી શકયા મોદી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે નિષ્ફળ ગયા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે યુસુફના નિવેદનને બેજવાબદાર અને ભ્રામક ગણાવ્યો હતો. દિલ્હી ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મોહંમદ હારૂને યુસુફની આ ટિપ્પણીને ખૂબ જ વાંધાજનક ગણાવી હતી. પરંતુ યુસુફે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે મેં જે કહ્યું તે વાસ્તવિકતા છે. શું તમે તેનો અસ્વીકાર કરી શકો છો. ધ્રુવીકરણ માટે લિન્ચિંગની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યું હતું. તમે ૩ કિલો બીફ પકડી નિર્દોષોને મારી શકો છો પરંતુ ૩પ૦ કિલો આર.ડી.એકસ પકડી શકતા નથી. શું નરેન્દ્ર મોદીને સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણકારી આપવામાં આવી ન હતી ?