(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, અંકલેશ્વર, તા.પ
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર અને અંભેટા ગામના ચાર નાવિકો દરિયામાં લાપતા બનતા તંત્ર દ્વારા તેઓની શોધખોળ શરૂ કરી છે. મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી દિગ્વિજ્યસિંહ પરિક્રમાએ નીકળ્યા છે તેઓ હાંસોટ ખાતે પહોંચતા તેઓ તથા તેમના સાથીઓ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતેથી ૧૪ જેટલી નાવડીઓ લઈને વાગરાના ભાડભૂત ગામ ખાતે આવ્યા હતા અને જેમાંથી વમલેશ્વર ગામના બે નાવિકો વિપુલભાઈ અને અજયભાઈ પરત નહીં ફરતા તેઓને શોધવા માટે હાંસોટના જ અંભેટા ગામના રહીશો ધિમંતભાઈ વસાવા અને રમેશભાઈ વસાવા વગેરે નાવડીઓ લઈને શોધવા ગયા હતા બન્ને જણા ર૪ કલાક થવા છતાં પરત નહીં આવતા ચારે નાવિકોના પરિવારજનો દ્વારા તેઓની શોધખોળ કરી હતી પરંતુ તેઓ નહીં મળતા અને તેમણે હાંસોટના મામલતદારને જાણ કરતાં તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવતા ગઈકાલથી લાપતા બનેલા ચાર નાવિકો વિપુલભાઈ, અજયભાઈ ધિંમતભાઈ તથા રમેશભાઈની શોધખોળ શરૂ કરવાની તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. હાલ તો આ ચારે લાપતા નાવિકોના પરિવારજનો તેઓની પરત થવાની રાહ જોઈ રહ્યા છે. જો કે ઓખી વાવાઝોડા કારણે દરિયા ગાંડો બનતા પરિક્રમા વાસીઓને છોડવા ગયેલી વમલેશ્વરની બે બોટ ચાર માછીમારો સહિત દરિયામાં ગુમ જતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ત્યારે ચિંતિત પરિવારજનો દ્વારા આજે હાંસોટ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે જેના કારણે વહીવટી તંત્ર સાબદુ બન્યું હતું અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્ગડ્ઢઇહ્લ, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસને જાણ કરી છે અને ગુમ થયેલી બે બોટની શોધખોળ કરવાની તાકીદ કરી છે.
ગુમ થયેલા માછીમારો
રમેશ રવલા વસાવા (હાંસોટ), ધિમંત દલપત વસાવા (હાંસોટ), અજય ધનસુખભાઈ રાઠોડ (વમલેશ્વર), વિપુલ મનસુખ વસાવા (વમલેશ્વર).