(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
આ વર્ષની શરૂઆતમાં પાંસળીમાં ફ્રેકચર થતા પાકિસ્તાની ક્રિકેટર હસન અલી વર્તમાન સમયમાં ક્રિકેટ જગતથી દૂર રહીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. પરંતુ રવિવારે જ્યારે તેઓ રેમ્પ વોક કરતા નજરે પડ્યા તો ક્રિકેટના ચાહકો નારાજ થઈ ગયા છે અને તેઓ ટ્‌વીટર પર તેમને ટ્રોલ કરી રહ્યા છે.
હસને તેમની ઈજાને કારણે વર્તમાન સમયમાં ચાલી રહેલી શ્રીલંકાની ટેસ્ટ શ્રેણીમાં પણ ભાગ લીધો નથી. જો કે સોમવારે ગોલ્ડ કલરની શેરવાનીમાં રેમ્પ પર કુટવોક કરતા હસનનો વીડિયો વાયરલ થતા જ યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હું નથી જાણતો તેઓને આટલું અભિમાન શા માટે છે. ચેમ્પિયન્સ ટ્રોફી ર૦૧૭ સિવાય તેમની ઉપલબ્ધિ શું છે ? અન્ય એક યુઝરે લખ્યું છે કે પાંસળીમાં થયેલા ફ્રેકચરને કારણે ક્રિકેટ જગતથ દૂર થયેલા હસન અલી મોડલિંગમાં બંધ બેસે છે.
યુઝર્સે ટ્રલઈ કર્યા બાદ ફાસ્ટ બોલર હસને ટ્‌વીટ કરીને કહ્યું કે તમારી જાણકારી માટે જણાવી દઉં કે મારા સ્વાસ્થ્યમાં ૬૦થી ૭૦ ટકાનો સુધારો થયો છે. મારા ચાહકો મારી ચિંતા કરે છે, તે પૂરતું છે. તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી….આભાર.