ઇસ્લામાબાદ,તા.૧૭
ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ પોતાની જીત પછી કે સદી અથવા વિકેટ લીધા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે પરંતુ ક્યારેક તેમની ઉજવણીના સમયની મસ્તી ભારે પડી જાય છે. હાલમાં પાકિસ્તાનના બોલર હસન અલીએ સોમવારે ઝિમ્બાબ્વે વિરૂધ્ધ બીજી વન-ડેમાં વિકેટ લીધા પછી ઉજવણી કરતાં હતાં ક્યારે તેની ગરદનમાં આંચકો લાગ્યો હતો.
ઝિમ્બાબ્વે વિરૂધ્ધ બુલાવાયોમાં રમાયેલ સીરીઝની બીજી વન-ડેમાં હસને રેયાન મરેને બોલ્ડ કર્યો હતો. જે પછી તેની વિકેટની ઉજવણી કરવા જતાં હસનની ગરદનમાં આંચકો લાગ્યો હતો અને જે પછી ટીમના અન્ય ખેલાડી તેની પાસે પહોંચી ગયા હતા. જોકે તેને ગંભીર ઈજા નથી થઈ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે માહિતી આપતાં કહેવામાં આવ્યું કે, હસન સંપૂર્ણ રીતે ફીટ છે અને તે ત્રીજી વન-ડેમાં રમશે.