(સંવાદદાતા દ્વારા)
સુરત.૧૫
સૂર્યા મરાઠીની હત્યામાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક પટેલે ફોન કરી જહાંગીરપુરા બ્રિજ નીચે બોલાવ્યો હતો ત્યાં પહેલાથી અન્ય હુમલાખોરો હાજર હતા અને ત્યાંથી કાર અને મોપેડ પર નિકળ્યા હતા. હાર્દિકે ચાલુ કારમાં તમામને છરા આપ્યા હતા અને સીધો સુર્યા મરાઠીની ઓફિસ પાસે લઈ ગયો હતો. પોલીસે આજે બપોર પછી બંને આરોપીઓને કોર્ટે પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. ચોકબજાર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૂર્યા મરાઠીની બુધવારે બપોરે હાર્દિક પટેલે સાગરીતો સાથે તેની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી હતી. જેમાં સુર્યાએ પણ પ્રતિકાર કરી સામે હુમલો કરતા હાર્દિકને પણ છરો વાગતા તેનું પણ મોત નિપજ્યું હતું. ડબર મર્ડરને ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી અને ગઈકાલે સાંજે હુમલામાં સંડોવાયેલા સતીષ ઉર્ફે બાબુ ઉર્ફે સત્યા સુરેશ ધાગડે અને રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ ભાઈદાસ પીંપળેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં આરોપીઓના હાર્દિક સાથે મિત્રતા લાજપોર જેલમાં થઈ હતી. સતીષ ઉર્ફે બાબુ કિન્નરની હત્યામાંં તેની સુરતની બહાર રહેવાના શરતે જામીન પર છુટ્યો હતો સુર્યાની હત્યાના બનાવના દિવસે તે સુરત પોલીસમાં હાજરી પુરાવા માટે આવ્યો હતો તે વખતે તેના પર ફોન આવ્યો અને જહાંગીરપુરા બ્રિજ નીચે બોલાવતા રાહુલ એપાર્ટમેન્ટને લઈને પહોંચી ગયો હતો ત્યાં હાર્દિક સાથે પહેલાથી જ વિક્કી, શાહિલ સિંધી સહિતના હુમલાખોરો હતો, અને ત્યાંથી કાર અને મોપેડ પર નિકળ્યા હતા. હાર્દિકે ચાલુ ગાડીમાં બધાને છરાઓ આપ્યા હતા. સૂર્યાની હત્યા કર્યા બાદ કારમાં કપડા બદલી નાંખ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.