અમદાવાદ, તા.૧૦
જયંતિ ભાનુશાળી પાસે અનેક મોટા માથાની અશ્લિલ વીડિયો સિડી હતી. કચ્છની મીઠી ખારેક ખાનારાઓએ તેમના માથા બચાવવા ભાનુશાળીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કરાવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે.
ભાનુશાળીની રાજકીય કારકિર્દી અને સામાજિક રીતે ખતમ કરી નાખવા માટે છબીલદાસ પટેલ, તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી સહિત છથી સાત જણાએ ભેગા મળીને જયંતિ ભાનુશાળીની પણ કોઈ અજાણી સ્ત્રી સાથે કઢંગી હાલતમાં વીડિયો સિડી ઉતારી હતી. જેના આધારે ભાનુશાળીને બ્લેકમેઈલ કરતા હોવાનું તેમના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ હત્યા બાદ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે. આમ જયંતિ ભાનુશાળી પાસે પણ મોટા માથાઓની અનેક સિડી હોવાથી તે ગમે ત્યારે આ સિડી વાયરલ કરી દેશે એવો ફફડાટ મોટા માથાઓને હતો. આથી, જયંતિ ભાનુશાળી મોઢું ખોલે તે પહેલાં જ તમને હંમેશને માટે શાંત કરી દેવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.