(એજન્સી) શોપિયાન, તા.૧૭
દક્ષિણ કાશ્મીરમાં હમહુના ગામે ત્રાસવાદીઓ દ્વારા હત્યા કરાયેલા પીડીપીના નેતાના ઘરને ર૦૦ જેટલા લોકોના ટોળાએ ફૂંકી માર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ શોપિયાન જિલ્લાના હમહુના ગામમાં ત્રાસવાદીઓએ હત્યા કરેલ પીડીપી નેતા રમઝાન શેખના પરિવારજનો અને પાડોશીઓ મંગળવારે શોક મનાવી રહ્યા હતા. ત્યારે ર૦૦ લોકોના ટોળાએ ઘર હુમલો કરી ઘરને સળગાવી દીધો હતો. તેમ પોલીસ વડા એ.એસ.દીનકરે કહ્યું હતું. જે સ્થળે ઘર સળગ્યું હતું. તે આંકડો રસ્તો હોવાથી ફાયરબ્રિગેડ જઈ શક્યું ન હતું. આગ ઓલાવવા પાણી ન હતું. પરંતુ પરિવારને બચાવી લેવાયું હતું. લોકોએ પીડીપીના નેતાના ઘરને સળગાવી દેવાનું કારણ એવું બતાવ્યું કે ત્રાસવાદી શૌકતના મોત માટે પીડીપીના નેતા જવાબદાર હતા. ત્રણ ત્રાસવાદી પીડીપીના નેતાના ઘરમાં સોમવારે રાત્રે ઘૂસ્યા હતા. એક ત્રાસવાદીએ ફાયરિંગ કરતાં શેખ અને કુમાર માર્યા ગયા હતા. ત્રાસવાદીઓ શેખને પગે ગોળી મારવા ઈચ્છતા હતા. ત્રાસવાદીઓએ ટોળાને ઉશ્કેર્યા હતા. આવા ટોળા સામે સખ્ત કાર્યવાહીનો પોલીસ વડા વૈદે નિર્દેશ આપ્યો હતો.