ભાવનગર, તા. ૬
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ભડલી ગામે ભૂંડ પકડવાની નજીવી બાબતે જીતુસિંગ મહેન્દ્રસિંગ પંજાબી, જનરલસિંગ મહેન્દ્રસિંગ, પ્રધાનસિંગ મહેન્દ્રસિંગ, રહે. તમામ શિહોર અને પરમજીતસિંગ જનરલસિંગ તેમજ તપનસિંગ પ્રધાનસિંગ સહિતનાઓએ ભૂંડ પકડવા બાબતે બોલાચાલી કરી સૌ પ્રથમ તેમનાં કાકા ગુરમુખસિંગ ઉપર પીકઅપવાન-જીપ ચડાવી ત્યારબાદ તેમની ઉપર લાકડી, ધોકા, તલવાર વડે હુમલો કરી, હત્યા કરી ઉક્ત આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે મૃતક ગુરૂમુખસીંઘના પુત્ર નેપાલસીંઘે સિંહોર પોલીસ મથકમાં ઉક્ત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આજે બપોરે શિહોર પોલીસે ઉક્ત તમામ આરોપીઓને સોનગઢ-શિહોર રોડ ઉપરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.