(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૨૫
માંગરોળ તાલુકામાં શીલના દીવાસા ગામે મોટાભાઈની નાનાભાઈની ઘાતકી રીતે હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી ઘટનાની શીલ પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મંગળવારે સવારે પઃ૩૦ની આસપાસ દીવાસા ગામના સરપંચ મેરામણભાઈ હરસીભાઈ ચુડાસમાએ શીલ પોલીસને જાણ કરેલ કે ગામની પાદરે દરિયાકાંઠે આવેલ તણપા સીમ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ દેવરાજ ડાકી (ઉ.વ.ર૬)ની તેમની વાડીના કૂવામાં લાશ પડી છે. જેના આધારે શીલ પોલીસના પીએસઆઈ આર.આર. ચૌહાણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ખેતરના કૂવામાંથી પ્રવિણભાઈની લાશ બહાર કાઢવામાં આવી હતી. પરંતુ પ્રવિણભાઈના માથાના પાછળના ભાગેથી લોહી વહેતું હોવાથી પોલીસને શંકા ઉપજી હતી. પ્રથમ તબક્કે પોલીસે પી.એમ. અર્થે લાશને માંગરોળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પ્રવિણભાઈના મોટાભાઈ રામ ઉર્ફે મુન્ના દેવરાજ (ઉ.વ.૩૪)એ વાડીએ પ્રવિણના માથે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. તેવી મૃતકના પત્ની હીરલબેને શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મંગળવારે રાત્રે તેમના પતિ પ્રવિણભાઈ મોટાભાઈ રામ ઉર્ફે મુન્ના દેવરાજ (ઉ.વ.૩૪)એ વાડીએ પ્રવિણના માથે કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી તેવી મૃતના પત્ની હીરલબેને શીલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મંગળવારે રાત્રે તેમના પતિ પ્રવિણભાઈ ખેતરે રખોપું કરવા ગયા હતા. જ્યાં તેમના પતિની હત્યા કરવામાં આવી છે. તેમના પતિ અને ભાભી વચ્ચે અનૈતિક સંબંધો હોવાના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા પણ થતા હતા. જો કે આ અંગે કોઈ અન્ય બાબત કારણભૂત હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું હતું. આ બાબતે પોલીસ ગોળ ગોળ જવાબો આપી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
પ્રવિણના પત્ની હીરલબેનની ફરિયાદના આધારે શીલ પોલીસે હત્યાના આરોપી તરીકે રામ ઉર્ફે મુન્ના દેવરાજ અને મદદગારી તરીકે રામની પત્ની રાણીબેનની અટક કરી હત્યાનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાક્રમની તપાસ માટે એફએસએલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે વધુ તપાસ શીલ પોલીસના પીએસઆઈ આર.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે.