(એજન્સી) તા.૩૦
ભારતીય સેનાના નિવૃત્ત લેફટનન્ટ જનરલ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ઝમીરૂદ્દીન શાહે રાજસ્થાનના અલવરમાં અકબરખાન નામના પશુપાલકની નિર્દયી હત્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા જાહેરપત્રમાં કહ્યું હતું કે, સર કહેવાતા ગૌરક્ષકો દ્વારા સમાજના વંચિત અને નબળા તબક્કાને જો સજા આપવામાં આવે છે તે વિશે મારી વ્યથા વ્યક્ત કરવા હું આ પત્ર લખી રહ્યો છું. તમે એવા વ્યક્તિ છો, જે આ ગાંડપણનો અંત લાવી શકે છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ઠપકો આપ્યો હોવા છતાં આ નફરતભર્યા અપરાધમાં કોઈ ઘટાડો થયો નથી. ા પાછળ કેટલાક રાજકીય નેતાઓ અને પોલીસની સહભાગીતા પણ જવાબદાર છે.