(એજન્સી)
નાગપુરના આરાધના નગર વિસ્તારમાં રવિવારે રાત્રે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તા અને એમના પરિવારના ચાર સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અધિકારીના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે ભાજપ કાર્યકર્તા કમલાકર પવનકર તેમના પરિવારના ચાર સભ્યો સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા હતા. તેમણે જણાવ્યું કે ઘટના સ્થળ પર ઝપાઝપી કે લૂંટફાંટના કોઈ નિશાન મળ્યા નથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોમાં બીજેપી કાર્યકર કમલાકર પવનકર (૪પ), પત્ની અર્ચના (૪૦) માતા મીરાબાઈ (૭૦) દીકરી વેદાંતી (૧ર) અને ભાણેજ ગણેશ પલાત્કાર (૪)નો સમાવેશ થાય છે. પવનકર રિયલટી ડિલર સાથે સ્થાનિક ભાજપ કાર્યકાર્તા પણ હતા અને ઈલેકટ્રોનિક સ્પેયર્સની દુકાન ધરાવતા હતા. આ સિવાય એમની પાસે એક જ દુકાન જે ભાડે આપી હતી અને ૧૦ એકર જમીન હતી. જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ મુજબ વ્યપારિક મનદુઃખ સહિત દરેક એંગલથી આ મામલાની તપાસ કરશે.