ભાવનગર, તા.૨૮
બે દિવસ પૂર્વે ભાવનગર શહેરના ઘોઘા રોડ, બાલયોગીનગરમાં રહેતા યુવાનનોે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા આ બનાવ અંગે ભારે તર્કવિર્તક થઈ રહ્યાં હતા. આ બનાવની મૃતકના ભાઈએ હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા અને મુદ્દામાલ પણ કબજેે લીધો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગઈકાલે શુક્રવારે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદી રાજેન્દ્રસિંહ ગોહિલે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પોતાનો નાનો ભાઈ જીતેન્દ્રસિંહ હેમુભા ગોહિલ (ઉ.વ. ૪૦)ઘરે એકલા હતા તે વેળાએ કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી પોતાના ભાઇ જીતેન્દ્રસિંહને ગળે ટૂંપો આપી હત્યા કરી આ ઘરમાંથી રોકડ રકમ દાગીના બાઈક સહિત અંદાજે રૂા. દોઢ લાખના મુદ્દામાલની લુંટ કરી નાસી ગયા હતા.
ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આ બનાવની એલસીબી તથા ઘોઘા રોડ પોલીસને આ ગુનો તાત્કાલીક શોધી કાઢવાની સૂચના આપેલ અને પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવીને ઝીણવટભરી તપાસ હાથ ધરેલ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, મૃત્યુ પામનાર સજાતીય સંબંધો રાખવાની ટેવ ધરાવતો હતો આથી ભૂતકાળમાં તેઓની સાથે સંપર્કમાં રહેલા શખ્સોની બાબતો તેમજ ટેકનિકલ મદદથી માહિતીઓ શોધી કાઢી ખાનગી બાતમીદારોને એકટીવ કરતા બાતમીદારો મારફતે પોલીસને જાણવા મળેલ કે, આ કામમાં માસ્ટરમાઈન્ડ એવો વાહિદ ઉર્ફ ઊબેદ હુસેનભાઇ મોદન (રહે. ઘોઘા રોડ, ૧૪ નાળા મફતનગર, ભાવનગર) છે. અને તેને મૃત્યુ પામનાર જીતેન્દ્રસિંહ સાથે સજાતીય સંબંધો હતા તેવી હકીકત મળતા પોલીસે વાહિદને ઝડપી લઇ પૂછપરછ કરતા આરોપી વાહિદ ભાંગી પડેલ અને ગુનાની કબૂલાત આપેલ અને પોતાને મૃત્યુ પામનાર સાથે સજાતીય સંબંધ હતો મને મૃત્યુ પામનારના ઘરે પણ જતો હતો અને આ વખતે તેણે મૃત્યુ પામનારના ઘરમાં પૈસા તથા દાગીના હોવાનું જોયેલ જેથી પોતાની દાનત બગડેલ અને પોતાના મિત્રો સાથે લૂંટને અંજામ આપવાનું નક્કી કરેલ આ દરમ્યાન પોતાના મિત્ર સાહિલને પણ પૈસાની જરૂર હોવાથી તેનેે પણ આ કાવતરામાં સાથે રાખેલ જયારે મોકો મળે ત્યારે લૂંટને અંજામ આપવાનું નકકી કરેલ ગત શુક્રવારે મૃત્યુ પામનાર પોતાને સંબંધ બાંધવા માટે પોતાના ઘરે બોલાવતા આ અગાઉ રચેલ કાવતરા મુજબ ગુનાને અંજામ આપવા પોતાના મિત્ર સાહિલ તથા આસીફ ઉર્ફે પુનો ઈકબાલભાઈ સૈયદ તથા સેજાદ ઉર્ફે જીણોને સાથે લીધેલ અને મૃત્યુ પામનાર જીતુભાનો ફોન આવતા વાહિદે કહેલ કે હું આજે બહારગામ છું મારા મિત્રોને તમારી પાસે મોકલું છું. જેથી જીતુભાઈએે હા પાડતા ઉક્ત આરોપીઓ એકત્રિત થઈ મૃત્યુ પામનારના ઘરે પ્રથમ પોતાના મિત્રો સાહિલ ઉર્ફ હનીફ અને પુનાને મોકલેલ અને આ બન્નેએ અગાઉ નક્કી કર્યાં મુજબ મૃત્યુ પામનાર સાથે સંબંધ બાંધી મોકાનો લાભ લઈ મૃત્યુ પામનારને દોરડા વડે ગળે ટૂંપો આપી અને બનાવને આત્મહત્યા લાગે તે રીતે લાશને દોરડા વડે પંખા સાથે લટકાડી અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ મૃત્યુ પામનારનું સ્પેલેન્ડરની લૂંટ કરી ઉક્ત શખ્સો નાસી છૂટ્યા હતા
પોલીસે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ (૧) વાહિદ ઉર્ફ ઉબેદ હુસેનભાઈ મોદન (૨) સાહિલ હનીફભાઈ કરદોરિયા (ઉ.૧૮, રહે. ૧૪ નાળા ઘોઘા રોડ) (૩) આરીફ ઉર્ફ પુનો ઈકબાલભાઇ સૈયદ (ઉ.વ. ૧૯. ૧૪ નાળા ઘોઘા રોડ) (૪) સેજાદ ઉર્ફે જીણો બશીરભાઇ કુરેશી (ઉ.વ.૩૧,રહે.લીમડીવાડી સડક રાણીકા, ભાવનગર)નામના ચાર શખ્સોને પોલીસે જીતેન્દ્રસિંહની હત્યા અને લૂંટના ગુનામાં ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે લીધો હતો.
ભાવનગરમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : મુખ્ય આરોપી સહિત ચાર ઝડપાયા

Recent Comments