(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩
બોરસદ તાલુકાના ભાદરણીયા ગામમાં ગત રવિવારની વહેલી સવારે ગરબા જોવા ગયેલા દલીત યુવાનને પટેલ સમાજનાં યુવકો દ્વારા તું ગરબા જોવા કેમ આવ્યો તેમ કહી લાતો અને મુક્કાઓ સાથે ગડદાપાટુનો માર મારી તેમજ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરવાનાં બનાવમાં આજે કલેકટરએ મૃતકનાં પરિવારજનોને ૮.૨૫ લાખની સહાયની ૫૦ ટકા રકમ પેટે ૪.૧૨ લાખની સહાયનો ચેક અર્પણ કરી મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.અને આરોપીઓને સખ્ત સજા થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર આજે બપોરે કલેકટર ડા.ધવલકુમાર પટેલ,પોલીસ અધિક્ષક સૌૈરભસિંધ,સમાજ કલ્યાણ અધિકારી સહીતનાઓએ ભાદરણીયા ગામે જઈને હત્યાનો ભોગ બનનાર દલીત પરિવારની મુલાકાત લઈને મૃતક જયેશનાં પિતા ભાઈલાલભાઈ સોલંકીને સહાયની ૫૦ ટકા રકમ ૪,૧૨,૫૦૦નો ચેક સુપ્રત કર્યો હતો,પોલીસ અધિક્ષક સૌરભસિંઘએ કહ્યું હતું કે હત્યાનાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓને બક્ષવામાં નહી આવે તેમજ આરોપીઓને સખ્ત સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે,ગામમાં દલીત યુવાનોએ ગ્રામ પંચાયત દ્વારા દલીત વિસ્તારમાં લાઈટ કનેકશન કાપી નાખવા,રસ્તા ઉખેડી નાખવા જેવી ધટનાઓ અંગે રજુઆત કરી હતી.જે અંગે પોલીસ અધિક્ષક સૌરભસિંધ અને કલેકટર ડા.ધવલકુમાર પટેલએ અધિકારીઓને દલીત વિસ્તારોમાં કોઈ સમસ્યા સર્જાય નહી તે માટે યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો હતો.
હત્યાનો ભોગ બનેલા દલિત યુવકના પરિવારને ૪.૧ર લાખની સહાય

Recent Comments