અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા આગામી તા.ર૪ અને રપ ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ટ્રમ્પ તેમના પ્રવાસની શરૂઆત ગુજરાતના અમદાવાદથી કરશે. નવા રૂપ રંગ ધારણ કરેલા મોટેરા સ્ટેડિયમમાં “હાઉ ડી મોદી”નો ભવ્ય સમારોહ યોજાવાની પૂરેપૂરી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમને પગલે હાલ સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારના રસ્તાઓ, ફૂટપાથ, સેન્ટ્રલ વર્જને નવા બનાવવાની કે રીસરફેસ કરી કલરકામ કરવાની કામગીરી પૂરજોશમાં જારી છે.