(એજન્સી) શ્રીનગર, તા.૧૬
૧૯૯૦માં હવાલ ખાતે પ૦ જેટલા નિઃશસ્ત્ર લોકોનો નરસંહાર કરનાર ૧પ જેટલા જવાનોને સીઆરપીએફની કોર્ટ ઓફ ઈન્કવાયરીએ ઓળખી કાઢયા છે. પરંતુ હજુ તેમની સામે કોઈ કાર્યવાહી નથી તેમ રાજ્ય માનવ અધિકાર આયોગે જણાવ્યું હતું. ૧ર પાનાના રાજ્ય માનવ અધિકાર આયોગના અહેવાલમાં જણાવાયું છે કે, સીઆરપીએફની ૬૯મી બટાલિયનના જવાનોએ કોઈપણ કારણ ઈસ્લામિયા કોલેજ ખાતે નરસંહાર કરી પ૦ લોકોની હત્યા કરી હતી. જે માટે સીઆરપીએફની કોર્ટે ૧પ જવાનોને દોષિત ઠરાવ્યા હતા. છતાં હજુ કાર્યવાહી કરાઈ નથી. ફરજ પરના જવાનો સંયમ રાખી શક્યા ન હતા. ર૦૧૪માં માનવઅધિકાર આયોગે તપાસ કરી હતી. એક કાર્યકર અશન ઉન્ટોની અરજી બાદ તપાસ અહેવાલ આપ્યો હતો. પરંતુ તપાસ માટે પોલીસ કે ક્રાઈમ બ્રાન્ચે તાજના સાક્ષીનું નિવેદન લીધું ન હતું. મીરવાઈઝ મૌલવી મુહમ્મદ ફારૂકના જનાઝા સમયે બેટહેમ આડેધડ ગોળીબારો કરાયા હતા જેમાં ડીએસપી લખનસિંગ, મુખ્તારસિંગ, સતપાલસિંગ, ટીએ પરમ, ગાલિબખાન, ડી ક્રિષ્ના, દેશ રાજ, પ્રેમસિંગ, ક્રિષ્ના રાવ, શુક્લા, ડીએન સિંગ, એકે મીતા સીઆરપીએફના જવાનો આ હત્યાકાંડ માટે જવાબદાર હતા. વધારાના પોલીસ વડા એન.સરવડાએ તપાસમાં કિન્નાખોરી રાખી હોવાનો રાજ્ય માનવ અધિકારે આરોપ મૂકયો છે. ૧૯૯૪માં ક્રાઈમ બ્રાન્ચે કેસ બંધ કર્યો હતો ત્યાર પછી કોઈ અંતિમ રિપોર્ટ કોર્ટમાં આવ્યો નથી.