ભૂજ,તા.૩
કચ્છમાં રાપર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના અંગત મદદનીશ દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હોવાનો એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના અંગત મદદનીશ દક્ષેશ ઝાલા હવામાં ફાયરિંગ કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. હાથમાં બંદૂક સાથે દેખાતા દક્ષેશ ઝાલાનો આ વીડિયો ક્યારનો છે તે અંગે હજુ કોઈ વિગતો મળી નથી.
આ વીડિયો વાયરલ થયા બાદ હવે તેમના વિરૂદ્ધ પોલીસ પગલાં ભરાય છે કે નહીં તે જોવું રહ્યું.