પટના, તા ૨
બિહારના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ તેમનાજ પગ પર કુહાડો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કટિહાર ક્ષેત્રના પોલીસ સુપ્રિટેન્ડન્ટ સિદ્ધર્ત મોહન જૈન એ સીબીઆઇમાં માગેલી ટ્રાન્સફર સ્વીકારાતા ગત શુક્રવારે રાત્રીએ તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં તેમના માનમાં યોજાયેલી પાર્ટી માં આ આઇપીએસ અધિકારી સંગીતના ટાળે ઝૂમી ઉઠ્યાં હતા. અને એક તબક્કે તા તેમણે તેમની રિવોલ્વર કાઢી રીતસર હવામાં નવ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું!! જેને લઇ પાર્ટીમાં ઉપસ્થિત સૌકોઈ સ્થબધ થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના વિડીઓમાં ઝીલાઈ જતા અને તે સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા રાજ્ય સરકારે આ આઇપીએસ અધિકારીનું સીબીઆઈ પોસ્ટિંગ રદ કરી દીધું હતું. આ અંગે સિનિયર પોલીસ અધિકારી એસ કે સિંઘલે જણાવ્યું હતું કે જૈનનું પોસ્ટિંગ રદ કરી દેવામાં આવ્યું છે. અને આ ઘટના અંગે તપાસ થઇ રહી છે.