(એજન્સી) તા.૨૧
૧૧ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ યાસ્મીનાએ તેના પતિ શાબિર અહેમદને જોયો હતો. તે ત્યારે પોતાના પિયર માતાને ત્યાં દક્ષિણ કાશ્મીરમાં આવેલા ત્રાલ ખાતે થોડા દિવસો માટે રહેવા જઈ રહી હતી અને બેગ પેક કરી રહી હતી. તે કહે છે કે જો મને ખબર હોત કે તે અમારી અંતિમ મુલાકાત હતી તો કદાચ હું તેમને ક્યારેય એકલો છોડીને ના ગઈ હોત. ૨૦૧૬માં જ્યારે ટોચના બળવાખોર કમાન્ડર બુરહાન વાણીની હત્યા કરવામાં આવી હતી ત્યારે કાશ્મીર ભડકે બળી રહ્યું હતું. ભારતીય સેના અને સ્થાનિક નાગરિકો વચ્ચે ખીણ વિસ્તારોમાં અથડામણ ચાલી રહી હતી. ભારતીય સેના પર શાહર ખેરાવ વિસ્તારમાં ૧૬ ઓગસ્ટના રોજ ભારે પથ્થરમારો કરાયો હતો. આ ઘટના ૧૬ ઓગસ્ટના રોજ બની હતી. જોકે ૧૭ અને ૧૮મી ઓગસ્ટની રાત્રિએ આર્મીના જવાનો ગામમાં ધસી આવ્યા હતા. રહેણાંક મકાનોની તપાસ કરી અને કેટલાક લોકોના મકાન ઘેરી લીધા હતા. તેમાં એક વલી મોહમ્મદનો પણ હતો. વલી મોહમ્મદ કહે છે કે આર્મીએ તેમની મિલકત તોડી પાડી હતી અને મકાનની તોડફોડ કરી હતી. તેઓ તેમના દીકરા શાબિર અહેમદને પણ સાથે લઈ ગયા હતા. તે એક કોલેજમાં લેક્ચરર હતો. જોકે તેની સાથે તેના શાબિરના ભાઈ ઝહૂર અહેમદને પણ સૈનિકો સાથે લઈ ગયા હતા. આગામી દિવસે શાબિરનો મૃતદેહ ઘરે મોકલાયો જે એક પુરાવો બની ગયો કે તેની સાથે આગામી દિવસે ભયંકર રીતે મારપીટ કરાઈ હતી અને તેને અનેક યાતનાઓ આપવામાં આવી હતી. શાબિરની હત્યાને કારણે સમગ્ર કાશ્મીરમાં રોષ ફાટી નીકળ્યો. ત્યારે હિંસાને કારણે ૭૧ જેટલા લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનાઓ સતત ૪૦ દિવસ સુધી બની હતી. શાબિરની પત્ની યાસ્મિના કહે છે કે જ્યારે મેં મારા પતિનો મૃતદેહ જોયો ત્યારે તેમના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. તેમના નિધનથી મારી આખી દુનિયા જાણે લૂંટાઈ ગઈ હતી. હું અંદરથી જ પડી ભાંગી હતી. યાસ્મીના હાલમાં ત્રાલમાં માતા-પિતા સાથે રહે છે. તે કહે છે કે હું મારા ૩ વર્ષના બાળક માટે જ જીવી રહી છું. મુહીબ ત્યારે ૧૫ મહિનાનો જ હતો જ્યારે સાબિરનું નિધન થઈ ગયું હતું. તે કહે છે કે મેં મારા પતિના રૂપમાં મારા સૌથી સારા મિત્રને ગુમાવી દીધો છે. અમુક દિવસો બાદ જમ્મુ કાશ્મીર પોલીસે એસઆઈટીની રચના કરી. એસઆઈટીએ ત્યારબાદ ૨૩ આર્મીના જવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવા મંજૂરી આપી. તપાસમાં જાણ થઈ કે આ અધિકારીઓ લેક્ચરર સાબિરની હત્યા માટે જવાબદાર હતા.