(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ભારતીય લશ્કરે એલ્ફિસ્ટન રોડ સ્ટેશન પર રેલવે ફૂટ ઓવર બ્રિજ બાંધવાની ઓફર કરી હોવાની ખબર છે. ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં તો એલ્ફિસ્ટન રોડ સ્ટેશન નો ઉપયોગ કરનાર યાત્રીઓને આ સુવિધાનો લાભ લેતા થઈ જશે. ૨૯ સપ્ટેમબરે એલ્ફિસ્ટન રોડ સ્ટેશન પર મચેલી નાસભાગમાં ૨૩ લોકો માર્યાં ગયા હતા. ભારતીય રેલવેએ કહ્યું કે છે કે એલ્ફિસ્ટન અને પરેલ સ્ટેશનને જોડતો હંગામી ફૂટઓવર બ્રિજનું બાંધકામ કરવા માટે લશ્કર તૈયાર છે. રેલવે મંત્રી પિયુષ ગોેયેલ, સંરક્ષણ મઁંત્રી નિર્મલા સીતારમણ સાથે એલ્ફિસ્ટન રોડ સ્ટેશનની મુલાકાત લેનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મંગળવારે સવારે જાહેરાત કરતાં કહ્યું કે ભારતીય લશ્કરે રેલવે માટે ફૂટ ઓવર બ્રિજ બાંધવાની ઓફર કરી છે. લશ્કરની એન્જિનિયરિંગ પાંખ દ્વારા નવા બ્રિજનું બાંધકામ કરવામાં આવશે અને તે ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. તે ઉપરાંત લશ્કરી ટીમ કરી રોડ અને આંબીવલી સ્ટેશન ખાતે બીજા બે ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરશે. સીતારમણે કહ્યું કે આ લશ્કર દ્વારા રાષ્ટ્ર નિર્માણની કવાયત છે. મહારાષ્ટ્રમાં ભાજપ સરકારના કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા થયાં છે તે અવસરે ત્રણે નેતાઓએ સમિક્ષા બેઠક કરી હતી. ભાજપના મુંબઈ અધ્યક્ષ આશીષ શેલાર ૬ ઓક્ટોબરે સીતારમણને મળ્યાં હતા અને એવી રજૂઆત કરી હતી કે મુસાફરોની સુવિધા માટે મિલિટરી એન્જિનિયરિંગ દ્વારા છ ફૂટ ઓવરબ્રિજને બાંધવામાં આવે. પશ્ચિમ રેલવેએ નવા ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ દરમિયાન શિવસેના સાંસદ અરવિંદ સાવંતે ભાજપ પર એવો આક્ષેપ કર્યો કે આ વિસ્તાર મારા મતવિસ્તારમા આવતો હોવા છતાં પણ મને સમિક્ષા બેઠકમાં સામેલ ન કરવામાં આવ્યો. આ દરમિયાન લશ્કરને રેલવેના બ્રિજની કામગીરી સોંપવામાં આવતાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા તથા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ આ કામની ઉગ્ર ટીકા કરી છે. અમરિન્દરસિંહે કહ્યું કે લશ્કરનું કામ દેશની રખેવાળી કરવાનું જે નહીં કે નાગિરકો માટેના કામો કરવાનું. સંરક્ષણ સંસાધાનોને સામાન્ય નાગરિકોના કામોમાં ન લગાડો.

‘શું લશ્કર હવે ખાડાખડિયા પૂરવાનું પણ કામ કરશે ?
મુંબઈ બ્રિજ નિર્માણ યોજનાની આકરી ટીકા
મુંબઈના એલ્ફિસ્ટન રોડ સ્ટેશન પર લશ્કર દ્વારા રેલવેના ફૂટઓવર બ્રિજ નિર્માણની કામગીરીની ઓફર કરવામા આવ્યાં બાદ તેની પર ઉગ્ર ટીકા-ટીપ્પણીઓ કરવામાં આવી છે. ‘શું લશ્કર હવે ખાડાખડિયા પૂરવાનું પણ કામ કરશે ? તેવો સવાલો પૂછાઈ રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર પ્રહાર કરતાં એવું કહ્યું કે લશ્કરનું કામ યુદ્ધની તાલીમ આપવાનું છે, સંરક્ષણ સંસાધાનોને વેડફવાનું બંધ કરો. તેમણે કહ્યું લશ્કરનું કામ દેશની રખેવાળી કરવાનું જે નહીં કે નાગિરકો માટેના કામો કરવાનું. સંરક્ષણ સંસાધાનોને સામાન્ય નાગરિકોના કામોમાં ન લગાડો. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હું લશ્કરનો અભિપ્રાય જાણવા માંગુ છું. આપણે જાણીએ છીએ કે જ્યાં કુદરતી હોનારત થઈ હોય તે સ્થળે લશ્કરને મોકલવામાં આવે છે. કદાચ પહેલી વાર લશ્કરને નાગરિક કામ સોંપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે છેલ્લી ઘડીએ અને ઈમરજન્સીમાં જ લશ્કરને મદદ માટે બોલાવવાનું હોય. હવે લાગે છે કે તે હવે સ્પીડ ડાયલ માટે નંબર ૧ પર છે.