રાઝ-એ-હયાત પૂછ લે ખિઝ્ર-એ-ખજસ્તા ગામ સે
ઝિંદા હર એક ચીઝ હૈ કોશિષ-એ-નાતમામ સે
અત્રે પ્રસ્તુત એક શબ્દ, બે વાક્યો અને બે તસવીરો જીવનના તમામ પાસાઓ વિશે વાત કરી જાય છે.
પ્રથમ તસવીરમાં મસાઈ મારાથી થોડા અંતરે એક માદા હાથી પોતાના પરિવારનું રક્ષણ કરતાં જોવા મળી. આ નજારો ખરેખર હૃદયનો ધબકારો ચૂકવી દે તેવો હતો. જ્યારે માદા હાથી પોતાના પરિવાર સાથે હતી તે સમયે ઝાડી-ઝાંખરાઓ નીચે એક જંગલી ભેંસ સૂતી હતી. હાથીના પરિવારને પોતાની નજીક આવતા જોઈને ભેંસ માથું ઊંચકીને ઊભી થઈ ગઈ, જે કદાચ હાથીઓને ડરાવવા માટેનો સંકેત હશે. જ્યારે ભેંસ હાથીઓ તરફ એક ડગલું આગળ વધી ત્યારે માદા હથી જાણે ચેતવણી આપતી હોય તેમ ત્રાડ પાડતાં પોતાની સૂંઢ હવામાં ઉછાળી માદા હાથી ભેંસ તરફ આગળ વધી અને આશ્ચર્યજનક રીતે ભેંસે ભાગવાને બદલે તેનો સામનો કર્યો. ભેંસે પછડાટ ખાતા, કોઈપણ ચેતવણી આપ્યા વગર પોતાનું માથું નીચું કરીને માદા હાથી તેની તરફ ધસી ગઈ. ત્યારબાદ માદા હાથીએ ઝૂકીને જાણે ભેંસને શૂળીએ ચડાવતી હોય તેમ પોતાના એક માત્ર દાંત વડે હવામાં ઉછાળી ત્યારબાદ તેણે ભેંસને ફરીથી ભોંય ભેગી કરી દીધી. જે માદા હાથીના દાંતમાંથી મુક્ત થવા સંઘર્ષ કરી રહી હતી. ત્યારબાદ તેણે પોતાના પરિવારના સભ્યોને એકઠા કર્યા અને ત્રાડ પાડતાં તેણે જીવલેણ ઈજાઓ ધરાવતી ભેંસને પોતાના પગ વડે કચડીને મોતનાં મુખમાં પહોંચાડી દીધી.
બીજી તસવીર સીરિયાના બળવાગ્રસ્ત એલેપ્પો પાસે આવેલા ફારદોસમાં થયેલા હવાઈ હુમલામાં ઘાયલ થયેલા યુવકને સીરિયાના લોકો મદદ કરી રહ્યા હતા. તે સમયની આ તસવીર છે. બળવાખોર નેતાએ જણાવ્યું કે ઉત્તરી એલેપ્પોમાં તેઓ લડાકુઓનો સામનો કરી રહ્યા છે.