(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
નેશનલ ફૂડ સિકયોરિટી એક્ટ અંતર્ગત સગર્ભા અને આંગણવાડીમાં ભણતા બાળકો તેમજ ૧૪ વર્ષની નીચેના બાળકો માટે મફત ભોજન માટે મળતા ઘઉં, ચોખા અને કઠોળ તેમજ અન્ય વસ્તુઓ તેમજ રાહતદરે મળતા ધાન્ય માટેના સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સિદ્ધપુરમાં ચાલતી આવી ગેરરીતિનું બિલ પણ કોર્ટ સમક્ષ મૂકાયું છે. ત્યારે અરજદારે થયેલ આક્ષેપ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે. આ અંગે વધુ સુનાવણી ૪ ઓક્ટોબરે હાથ ધરાશે.
નેશનલ ફૂડ સિકયોરિટી એકટ અંતર્ગત સગર્ભા અને કુપોષણથી બચાવવા, આંગણવાડીમાં ભણતા બાળકો માટે અને ૧૪ વર્ષથી નીચેના બાળકો માટે મફત ભોજન તેમજ ઘઉં, ચોખા અને કઠોળ જેવા ધાન્ય રાહતદરે આપવા માટે ઈશ્યુ કરવાના સર્ટીફિકેટમાં ગેરરીતિ થતી હોવાનીનો આરોપ છે.
જે લોકોને લાભ મળવો જોઈએ એવા વ્યક્તિઓને કાર્ડ ઈશ્યુ થતાં નથી અને જે વ્યક્તિઓ આ લાભ મેળવવા લાયક નથી તેવા લોકોને ખોટી રીતે કાર્ડ ઈશ્યુ થતાં નથી અને જે વ્યક્તિઓ આ લાભ મેળવવા લાયક નથી તેવા લોકોને ખોટી રીતે કાર્ડ ઈશ્યુ થયા છે. ગરીબોને મળવાપાત્ર લાભ સરકારી નોકરી કરનારા લોકો જમીન ધારકો અને વેગવાળી વ્યક્તિઓ લેતા હોવાની અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે. સિદ્ધપુરમાં ચાલતી ગેરરીતિનું લિસ્ટ કોેટ સમક્ષ મૂકાયું છે જેમાં આ યોજનાઓનું અનાજ બજારમાં વેચાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. અરજીમાં થયેલી રજૂઆત અને આક્ષેપ બાબતે હાઈકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે. આ અંગે ૪ ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.