નવી દિલ્હી,તા.૯
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ છે. તેઓ ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી અને કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે.
પરંતુ હવે કોંગ્રેસની પાસે પોતાના જ સહયોગી જેડીએસ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાએ દેશના આગામી વડાપ્રધાન વિશે મોટુ નિવેદન આપ્યુ છે. દેવગોડાએ એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ કે કેમ ચંદ્રબાબુ નાયડુ દેશના વડાપ્રધાન બની શકે નહીં. દેવગોડાએ કહ્યુ કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી દેશના આગામી વડાપ્રધાન બની શકે તેમ છે. તેમણે કહ્યુ કે ટીડીપી ૧૫૦ વિધાનસભા બેઠકો પર જીત નોંધાવી અને લોકસભા ચૂંટણીમાં ૨૦ બેઠકો પર જીત નોંધાવશે. દેવગોડાએ કહ્યુ કે ચંદ્રબાબુ નાયડુ ક્ષેત્રીય દળોના ગઠબંધનની અધ્યક્ષતા કરશે. જોકે, તેમણે ટીઆરએસ પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ વિશે કંઈ કહ્યુ નહીં. કેસીઆરે દેવગોડાનુ સમર્થન માગ્યુ હતુ.