(એજન્સી) તા.૨૭
મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીને કર્ણાટકના રાયચૂર જિલ્લામાં યેરમરુસ થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પોતાની માગોની યાદી સોંપવા માટે કાફલાનો રસ્તો રોકનારા પસંદ ન આવ્યા. કર્મચારીઓનો એક જૂથ જ્યારે કુમારસ્વામી પાસે પહોંચ્યો તો તે તેમના પર ભડકી ગયા. મુખ્યમંત્રીએ થર્મલ કર્મચારીઓને કહ્યું કે તમે નરેન્દ્ર મોદીને મત આપ્યો અને કામ તમે મારાથી કરાવવા માગો છો. તમે મારાથી ઈચ્છો છો કે હું તમારું આદર કરું. શું મને તમારા પર લાઠી ચાર્જ કરાવવો જોઈએ. અહીંથી જાઓ. મુખ્યમંત્રી કુમારસ્વામીના આ વલણથી દરેક વ્યક્તિ હેરાન છે. મુખ્યમંત્રી પોતાના ગ્રામ વાસ્તવ્ય કાર્યક્રમ માટે પ્રદેશના રાયચૂરમાં હતા.
એચ.ડી.કુમારસ્વામીએ એક ચેનલને કહ્યું કે તેમણે કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે ૧૫ દિવસનો સમય માગ્યો હતો પણ તેમણે રોડ જામ કરી દીધો અને તેનાથી તેઓ રોષે ભરાયા. તેમણે પૂછ્યું કે જો વડાપ્રધાન મોદીનો કાફલો અટકાવાશે તો શું કોઈ સ્વીકારશે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે આ સરકાર સહિષ્ણુ છે પણ અક્ષમ નથી અને તેને ખબર છે કે સ્થિતિનો સામનો કેવી રીતે કરવો. આ દરમિયાન કર્ણાટક ભાજપે મુખ્યમંત્રીના આ વલણની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે જો તેમણે લોકોની માફી નહીં માગી તો રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવશે. ભાજપના પ્રવક્તા રવિ કુમારે કહ્યું કે લાગે છે કે મુખ્યમંત્રી ભૂલી ગયા છે કે તે રાજ્યના સાડા છ કરોડ લોકોના મુખ્યમંત્રી છે ન કે જેડીએસના કેટલાક કાર્યકરોઅ ને ધારાસભ્યોના. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની આ કાર્યવાહી લોકતંત્ર વિરોધી છે.