(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ડોક્ટરોના મત અનુસાર રોઝા રાખવાથી આંતરડા તંદુરસ્ત તેમજ પેટ સાફ અને શુદ્ધ બની જાય છે. પેટ ખાલી હોય ત્યારે એમાં રહેલા ઝેરી કીટાણું મરી જાય છે અને પેટ નકામા પદાર્થો અને કીડાઓથી મુક્ત થઈ શુદ્ધ બને છે. એ જ પ્રકારે રોઝા વજનમાં વધારો, પેટમાં ચરબીનું વધવું, ખરાબ પાચનતંત્ર (અપચો), શુગર (ડાયાબિટીસ), બ્લડપ્રેશર, કીડની, સાંધાના દુખાવા, વાંજીયાપણું, હૃદયરોગ, સ્મરણ શક્તિમાં ઓછય વગેરે માટે અચૂક બાણ છે. ડો. સેન મુજબ, ફાંકો કરવાનું (ભૂખ્યા રહેવાનું) ઉત્તમ રૂપ રોઝા છે જે ઈસ્લામિક રીતે મુસ્લિમો રોઝા રાખે છે. ડો.સેન એવી સલાહ આપે છે કે જ્યારે ખોરાક છોડવું હોય તો લોકોએ રોઝા રાખી લેવા જોઈએ. એક ઈસાઈ ચિકિત્સક રિચાર્ડ મુજબ, જે વ્યક્તિને (ભૂખ્યા) રહેવાની જરૂરિયાત હોય તેણે વધુમાં વધુ રોઝા રાખવા જોઈએ. રિચાર્ડે ઈસાઈ સમુદાયને આ સંબંધમાં મુસ્લિમોનું અનુકરણ કરવાની સલાહ આપતા કહ્યું કે મુસ્લિમોના રોઝા રાખવાના નિયમ અતિ ઉત્તમ છે. (ઈસ્લામ અને મેડિકલ સાયન્સ-૭) નોર્વેની એક કમિટીની શોધ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રોઝા સાંધાના દુઃખાવા અને રોઝા માટે ઉત્તમ ઔષધિ છે. શરત એ છે કે રોઝા સતત ચાર સપ્તાહ (આ જ ઈસ્લામિક રોઝાની સમય મર્યાદા છે) સુધી રાખવામાં આવે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રસિદ્ધ પ્રોફેસર ડો.મોર પોલ્ડ કહે છે, એમણે ઈસ્લામિક શિક્ષણનો અભ્યાસ કર્યો અને જ્યારે રોઝાના વિષય પર પહોંચ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે જણાવ્યા મુજબ ઈસ્લામ ધર્મે પોતાના અનુયાયીઓને કેટલો મહાન ફોર્મ્યુલા આપ્યો છે. જો ઈસ્લામ ધર્મ તેના અનુયાયીઓને બીજું કંઈ પણ ન આપ્યું હોત તો કેવળ રોઝાનો ફોર્મ્યુલા જ એમના માટે પૂરતો હતો. (સુન્નતે નબવી અને આધુનિક વિજ્ઞાન ૧/૧૬પ) રોઝા (ઉપવાસ) એક મહત્ત્વપૂર્ણ ઈબાદત (પૂજા) સાથે શારીરિક-કસરત પણ છે.