(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
મથુરાથી ભાજપના ઉમેદવાર હેમામાલિનીને આ વખતે પણ વિજયનો સંપૂર્ણ ભરોસો છે. એક ન્યૂઝ એજન્સીએ આપેલા ઇન્ટવ્યૂમાં હેમા માલિનીને જ્યારે મેનકા ગાંધીના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ત્રણ તલાક પર ઘણી મહિલાઓએ અમારૂં સમર્થન કર્યુ, તેમ છતાં જો તેઓ જો અમને પોતાનું સમર્થન નહીં આપે તો પણ આપણે દરેકની મદદ કરવી જોઇએ. કોણે અમને મત આપ્યો છે અને કોણે અમને મત આપ્યો નથી, તેનો કોઇ અર્થ નથી, તેનાથી કોઇ ફરક પડતો નથી. પ્રત્યેકની વિચારસરણી અલગ હોય છે અને મારામાં આવી કોઇ ભાવના નથી. નોંધનીય છે કે મેનકા ગાંધીએ મુસ્લિમોને ખુલ્લી ધમકી આપી હતી કે જો મને મત નહીં આપો તો જોઇ લેજો… જો તમારા બૂથમાંથી મારા માટે ૧૦૦ અથવા ૫૦ મત આવશે અને બાદમાં મારી પાસે કામ માટે આવશો ત્યારે મારે વિચારવું પડશે. સુલતાનપુરમાં જીત તો મારી જ થશે અને જો મારી જીતમાં ભાગીદાર થવા માગતા હોવ તો ઠીક પણ મારે મુસ્લિમોના મતની જરૂર નથી. મારા માટે મતદાન નહીં કરો તો, તમારી સાથે પણ એવું જ થશે. હેમા માલિનીએ કહ્યું કે આપણે બધા વર્ગોનું સમર્થન કરવું પડશે. હેમા માલિનીએ કહ્યું કે મેં લોકો માટે કામ કર્યું છે, મારી સરકારે પણ સારૂં કામ કર્યું છે, તેથી મને વિશ્વાસ છે કે લોકો અમારૂં સમર્થન કરશે. હવે સંપૂર્ણ વ્યવસ્થા બદલાઇ ગઇ છે. લોકો વિકાસ ઇચ્છે છે, જાતિ કે રાજનીતિ હવે કામ કરતી નથી.
મુસ્લિમો વિશે મેનકા ગાંધીના નિવેદનથી હેમામાલિનીએ પોતાને અલગ કર્યા

Recent Comments