અમદાવાદ, તા.રર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન પૈકીનું એક સ્વપ્ન એવું ‘બુલેટ ટ્રેન’ વિવાદ સમવાનું નામ જ નથી લેતું. ‘બુલેટ ટ્રેન’ના જમીન સંપાદન મામલે વારંવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર ચર્ચામાં આવે છે ત્યારે ફરી એકવાર ચાર જિલ્લાના ખેડૂતોએ બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ચાર જિલ્લાના આદિવાસી અને બિન આદિવાસી ખેડૂતોએ અરજીમાં રજૂઆત કરી છે કે અમારી મરજી અને સંમતિ વિરૂદ્ધ અમારા ખેતરોમાં મૂકેલા લાલ પથ્થરો હટાવવામાં આવે. જો કે જમીન સંપાદન મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારે જવાબ આપવા વધુ સમય માંગ્યો હતો. પરંતુ હાઈકોર્ટે વધુ સમય આપવાનો ઈન્કાર કર્યો છે. આ કેસમાં વધુ સુનાવણી ર૬મી નવેમ્બરે હાથ ધરાશે.
બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં ચાર જિલ્લાના ખેડૂતોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચાર જિલ્લાના આદિવાસી અને બિનઆદિવાસી ખેડૂતોએ અરજીમાં રજૂઆત કરી છે કે અમારી મરજી અને સંમતિ વિરુદ્ધ અમારા ખેતરોમાં મુકેલા લાલ પથ્થરો હટાવવામાં આવે.
૧૯૨ પ્રભાવિત ગામોમાં ચારગણું વળતર આપવાની સરકારની જાહેરાત માત્ર ભ્રામક જ નહીં સદંતર ખોટી પણ છે. વર્ષ ૨૦૧૧ ની જંત્રી નહીં પરંતુ ૨૦૧૮ ની જંત્રી મુજબ વળતર આપવાની ખેડૂતોએ માંગ કરી છે.
જમીન સંપાદન બાબતે સરકારે માત્ર ખેડૂતોને નહીં પરંતુ રાષ્ટ્રપતિને પણ ગેરમાર્ગે દોર્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જવાબ આપવા વધુ સમય માંગ્યો હતો પરંતુ હાઇકોર્ટે સમય આપવાનો ઇન્કાર કર્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી ૨૬ નવેમ્બરે થશે.
પાદરાના ચાણસદ ગામે બુલેટ ટ્રેનનો સહમતિ કરાર સમારોહ યોજાયો હતો. ચાણસદ ગામના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કર્યા બાદ હવે વિધિવત રીતે જમીન સરકારને સોંપાઇ છે. ચાણસદ એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં ૬૧ ખેડૂતોએ સામે ચાલીને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન માટે સહમતિ આપી છે. જો કે, અનેક સ્થળોએ ખેડૂતો દ્વારા જમીન સંપાદનનો વિરોધ થઈ રહ્યો છે.