અમદાવાદ,તા.૩
બિટકોઈન ક્રિપ્ટોકરન્સીના વિવાદમાં પોલીસ દ્વારા ૧૨ કરોડ રૂપિયાનો તોડ કરવાના કેસમાં આરોપી એડવોકેટ સુરતના રહીશ કેતન પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે અને કેસની પ્રાથમિક સુનાવણી બાદ, હાઈકોર્ટે સીઆઈડી ક્રાઈમને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે..સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, તેની પાસે જે પણ માહિતી હતી તે તેણે તપાસ અધિકારીને આપી દીધી છે. આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી..બીજી તરફ, ફરિયાદી શૈલેષ ભટ્ટે આ જામીન અરજીનો વિરોધ કર્યો
હતો. મહત્વનુ છે કે, થોડા દિવસ પહેલાં, નીચલી અદાલતે આરોપી અને વકીલ એવા કેતન પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. જેની સામે, કેતન પટેલે હાઈકોર્ટમાં અરજી કરી છે.