બીજિંગ, તા. ૬
ચીને સોમવારના રોજ જાહેરાત કરી છે કે તેણે પોતાના હાઇપરસૉનિક વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ હાઇપરસૉનિક વિમાન પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ તો છે જ સાથો સાથ કોઇપણ હાલની પેઢીની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં પ્રવેશ કરી શકે છે. ચાઇના એકેડમી ઓફ એરોસ્પેસ એરોડાયનેમિક્સ (CAAA)એ એક નિવેદન રજૂ કરીને કહ્યું કે ઠૈહર્ખ્તાહખ્ત-૨ કે જીંટ્ઠિિઅ જીાઅ-૨નું પરીક્ષણ ગયા સપ્તાહે શુક્રવારના રોજ કરાયું હતું.
તેને રોકેટ દ્વારા લોન્ચ કરાયું અને અંદાજે ૧૦ મિનિટ બાદ હવામાં છોડી દેવામાં આવ્યું. તે ખુદ ઉડવામાં સક્ષમ હતું અને યોજનાના મતે નક્કી વિસ્તારમાં લેન્ડ થયું. આ હાઇપરસૉનિક એરક્રાફ્ટને ઝ્રછછછએ ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનલોજી કોર્પોરેશનની સાથે મળી ડિઝાઇન કર્યું છે. જો કે હજુ સેનામાં તૈનાતીથી પહેલાં બીજા કેટલાંય પરીક્ષણ કરાશે. આ વિમાન પોતાના શૉક વેવ પર ચાલે છે. વેવરાઇડર કહેવાતા આ વિમાન પરીક્ષણ દરમ્યાન ૩૦ કિલોમીટર ઉંચાઇ સુધી પહોંચ્યું. નિષ્ણાતોના મતે એન્ટી-મિસાઇલ રક્ષા પ્રણાલીઓની હાલની જનરેશન મુખ્યત્વે ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલોને રોકવા માટે ડિઝાઇન કરાઇ છે. જેના અંગે ભાળ મેળવવી ધીમી કે સરળ છે અને તેના લીધે તેને રોકવું શકય છે. પરંતુ ચીનના નવા હાઇપરસૉનિક વિમાન એટલા ઝડપી ઉડે છે કે આ હાલની એન્ટી મિસાઇલ ડિફેન્સ પ્રણાલીઓ માટે પડકાર છે. નિષ્ણાતોના મતે વેવરાઇડરના કોઇપણ રોકેટથી લોન્ચ કરી શકાય છે. એટલું જ નહીં વેવરાઇડર પરમાણુ અને પારંપરિક હથિયાર બંને લઇ જવામાં સક્ષમ છે.
નિષ્ણાતો કહે છે કે આ પરીક્ષણથી દેખાય છે કે ચીન હવે અમેરિકા અને રશિયાના તર્જ પર પોતાને વિકસિત કરી રહ્યું છે. સૈન્ય ઉપયોગ સિવાય તેનો સામાન્ય લોકો કે કામો માટે પણ ઉપયોગ કરી શકાય છે. ચીન જેને આ વર્ષે ૧૭૫ અબજ ડોલરનું રક્ષા બજેટ રજૂ કર્યું હતું, અમેરિકા, રૂસ અને યુરોપિયન સંઘથી બરાબરી માટે ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ખૂબ ખર્ચ કરી રહ્યું છે.